________________
અડ અક્ષર છે અષ્ટમ પદના, અષ્ટમ પદના હેત; અડ મદ ટાળી અડ ધી ગુણને, અડ સિધ્ધિ સંકેત. મળીયો. ૬ પવયણ માતા અડ દરશનને, જ્ઞાન તથા આચાર; અષ્ટ કરમને હણવા ભજીયે, સહુ મંગલ શિરદાર. મળીયો. ૭ પ્રેમે પનોતો પામી પ્રણમું, ભુવનભાનુ નવકાર; ધર્મ પસાયે મહામંત્રના, ‘જગવલ્લભ” ભવપાર. મળીયો. ૮
થોય : (શ્રેય શ્રિય મંગલકેલિસા.... એ રાગ) મંત્રેશ તારા પદને વધાવું, મૈચાદિ ભાવો શુભ ચિત્ત લાવું; પુણ્ય પ્રભાવી અડ સંપદાઉ, જાપે જપીને શુભ સિદ્ધિ પાઉં.
( નવમા પદ રોવરની નકાર નકલીનો કહ્યો, અસલીનો આવકાર પાપ તણો ધિક્કારને, પુણ્ય તણો ટહુકાર. ૧ સહુ દુઃખને પડકારને, ધર્મ તણો રણકાર, આવી સૌખ્ય તણો સ્વીકારને, જીત તણો જયકાર. ૨ થી શિવ સુખનો દાતાર છે, મહામંત્ર નવકાર; નવકારે નવકાર છે, અર્થ ધરો હિત સાર. ૩ મહામંત્ર નવકારનો, પ્રેમ ભુવનનો ભાણ; ધરમ પરમ જિત પામવા, ‘જગવલ્લભ” જિનવાણ. ૪
૬ ૫