________________
- આઠમા પદને ચેત્યવદન મંગલાણં ચ સવ્યેસિં, આઠમું પદ પામી; પઢમં હવઈ મંગલ, પદ નવમે શિરનામી. અષ્ટમ નવમના યોગથી, સંપદ અષ્ટમ કહીયે; સાર સર્વ મંગલ તણો, હેજ ધરી દીલ વહીયે. રી . નાસે સઘળા રોગને, હોવે પુણ્યનો પોષ; ભીડ ભાંગે ભાવઠ ટળે, થાય હર્ષ શુભ પોષ. ૩ પ્રેમ ભુવન ભાનુ સમી, આઠ સંપદા એહ; ધર્મ ચરણ ગુણ શ્રેણીએ, જગ વલ્લભ વિદેહ. ૪.
સ્તવન (શ્રી સીમંધર સાહિબા હું કેમ આવું તુમ પાસ-એ રાગ...) I મંગલાણં ચ સર્વેસિં, પદ આઠમું શ્રી નવકાર; પઢમં હવઈ મંગલ, પદ નવમું છે શ્રી કાર. મળીયો મંગલમય નવકાર. મંગલમય નવકાર મંત્ર છે, ચૌદ પૂરવનો સાર; પ્રભાવ પામું મંત્ર તણો હું, પાપ પડલ હરનાર, મળીયો.૨. અડસઠ અક્ષર એના જાણું, અડસઠ તીરથ રૂપ; અવિનાશી આ મંત્ર પ્રભાવે, નમે સુરાસુર ભૂપ. મળીયો. ૩ નેહ ધરી નવકારની શ્રધ્ધા, ધરતા જે નરનાર; નિર્ધન નરના કંકર પારા, હીરા થયા મનોહર. મળીયો. ૪ આઠમી સંપદ શ્રી નવકારે, અષ્ટ નવમ પદ યોગ; અષ્ટમ સંપદ આરાધનાથી, અડ સંપદ સંયોગ. મળીયો. ૫