________________
સ્તવન : (હંસલો ચાલ્યો જ્વાનો એકલો રે.. એ રાગ..)
98 up e th
સવ્થ પાવપ્પણાસણો જપો રે, પદ સાતમું શ્રી નવકાર;
નાસે પાપ પડલ ચિર કાળના રે, આતમ પામે ભવોધિ પાર. સવ્વ.૧
FLOURS 19
સાત સાગરના દુઃખ ટાળતો રે, જપતાં આદિ અક્ષર નવકાર; પંચશત સાગરના દુઃખ ટાળતો રે, અડસઠ અક્ષર જપ સુખકાર. સવ્વ.૨ અગ્નિકણ વગડામાંહે પડયો રે, બાળે વગડાને જડ મૂળ; તિમ આ મંત્ર લઘુ તોયે વડો રે, ટાળે સહુ પાપોનું શૂળ. સવ્વ.
સર્વ દુઃખોને જે પડકારતો રે, આપે સર્વ સુખો જગસાર; દુઃખે દીન નહિ તે પ્રાણીયા રે, સુખે લીનતા નહિ ય લગાર. સવ્યે.૪
વસ્તુતત્ત્વ જગતમાં એક છે રે, પામી મંત્ર મહા નવકાર;
વરવા શિવ વધૂ વરમાળા હવે રે, પકડયો મંત્ર મહા રખવાળ. સવ્વ.પ
3
અવિરત અહોનિશ પ્રતિપળ પ્રેમથી રે, ભુવન ભાનુ નમો નવકાર;
નમો ધર્મ થકી ભય ભાંગશે રે, લહેશો ‘જગવલ્લભ’ હિતસાર. સવ્વ.૬ 卐卐卐
થોય : (શાંતિ સુહંકર સાહિબો એ રાગ...) wana) સાતમે પદ નવકારમાં, અડ અક્ષર જપતાં,
અડ મદ ટળતા આપણા, પાપો બહુ ખપતાં;
કલ્યાણ કલ્પતરૂ તણું, બીજ નિશ્ચે જાણો,
ભવ હિમગિરિ ઓગાળવા, સૂર સમ અવધારો. ૧
卐卐卐
૬૩