________________
| નમો આયરિયાણં પદનું ચૈત્યવંદન | નમો આયરિયાણં જપો, સપ્તાક્ષર પરિમાણ; જાણી સમ મહાભય ટાળતું, સૂરિ પદ ગુણખાણ. ૧ પાળે પંચાચારને, આચારેજ અહોનિશ; તાકાત સપ્તાક્ષર મંત્ર જપી, સેવો વિસવાવીસ. ૨ કાઉસ્સગ્ન લોગસ્સ સાતનો, સતક છે પ્રણિપાત;ી , પંચ અંગ જોડી કરી, સાથીયા કરીએ સાત. ૩
ત્રીજું સૂરિપદ પ્રેમશું, ત્રિભુવન ભાણ સમાન; | નમો ધર્મ આરાધતા, ‘જગવલ્લભ’ અસમાન. ૪
સ્તવન : (રાગ જિંદગીમાં કેટલું કમાણા રે) ત્રીજે પદે ધરો ધ્યાનમાં રે, નમો આયરિયાણં ચિત્ત ધરો ગુણ ગાનમાં રે, નમો આયરિયાણં પાંચે આચારને પાળે પળાવતા, અહોનિશ રહે શુભ ધ્યાનમાં રે, નમો. ૧ | મોક્ષ મારગ શુદ્ધ નિત્ય પ્રરૂપતા, હિત સમજાવતા સાનમાં રે, નમો. ૨ છત્રીસ છત્રીસી ગુણોને ધારતા, રત્નત્રયી પય: પાનમાં રે, નમો. ૩ પ્રતિરૂપાદિ ચૌદ ગુણે દિવાજતા, યતિ ધરમ એક તાનમાં રે, નમો. ૪ ભાવના ભાવતા બાર પ્રકારની, દિન દિન ચઢતાં વાનમાં રે, નમો. ૫ જિન વિરહ જિનરાજ કહ્યા એ, ગણધર સમ ગુણ જ્ઞાનમાં રે, નમો. ૬ આચાર પામવા સૂરિજી આશિષ, માંગુ ચાર કહી કાનમાં રે, નમો. ૭ પ્રેમે ત્રીજું પદ મંત્ર નવકારનું, ભુવન ભાણ ભવરાનમાં રે, નમો. ૮ ધર્મ રસે ‘જગવલ્લભ” માંગે, પંચ આચાર દીયો દાનમાં રે, નમો. ૯
૫૭