________________
સ્તવન (ભૂલ્યા રે પડયા અમે ભૂલ્યા રે પડયા એ.રાગ) નમો સિધ્ધાણં જપો નમો સિદ્ધાણં, મહામંત્રમાં બીજે પદે નમો સિદ્ધાણં; પંચમ પદ દાતા, નમો સિદ્ધાણં, મહા. સકલ કરમ મલ ક્ષય કરીને જે ગયા, સિધ્ધશીલાએ, નમો સિધ્ધા, નમો મહા. ૨ - જનમ જરાને વળી મોતને મહાત કીધા, સિઝયા સકલ કાજ નમો સિધ્ધાણં, મહા. ૩ . શબ્દ સંસ્થાન વળી રૂપ ગંધ દૂર કીધા, પ્રગટયા એગતીસ ગુણ નો સિધ્ધાણં, મહા. ૪ અજ અવિનાશીને અકલંક અજરામર, શિવ અચલ અરૂજ નમો સિધ્ધાણં, મહા. ગુણલા અનંત જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય, અરૂપી અગુરુલઘુ નમો સિધ્ધાણં, મહા. પ્રેમ અક્ષય અવ્યાબાધ ધાર ભુવનભાનું,, : જગવલ્લભ' નિત્ય નમો સિદ્ધાણં, મહા. ૭
THE થાય (શંખેશ્વર પાસજી પૂજીએ...એ રાગ) પદ બીજે પંચાક્ષર પ્રણો, સહુ સિદ્ધાંતણું શુભ ધ્યાન ધરો; મહા મોહતિમિર તત્કાળ ટળો, સુખ પંચ પ્રકારી સદાય મળો. ૧