SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ હે નાથ ! નેત્રો મીંચીને ચલચિત્તની સ્થિરતા કરી, એકાતમાં બે સી કરીને ધ્યાન મુદ્રાને ધરી; મુજ સર્વ કર્મ વિનાશ કારણ ચિત્તવું જે જે સમે, તે તે સમે તુજ મૂર્તિ મનહર, માહરે ચિત્તે રમે - ૩૦ ઉત્કૃ ષ્ટ ભકિતથી પ્રભો ! મેં અન્ય દેવોને સ્તવ્યા, હણ કોઈ રીતે મુકિત સુખને આપનારા નવ થયા; અમૃત ભરેલા કુંભથી છો ને સદાએ સિંચીયે, આંબા તણાં મીઠાં ફલો પણ લીંબડા કયાંથી દીયે ? - ૩૧ ભવજલધિમાંથી હે પ્રભો કરૂણા કરીને તારજો, ને નિર્ગુણીને શિવનગરના શુ ભસદનમાં ધારજો; આ ગુણી ને આ નિર્ગુણી એમ ભેદ મોટા નવ કરે, શશી સૂર્ય મેઘ પરે દયાળુ સર્વના દુઃખો હરે-૩૨ | (શાર્દૂલવિક્રીડિતમ) પામ્યો છું બહુપુણ્યથી પ્રભુ ! તને કૈલોક્યના નાથને, હેમાચાર્ય સમાન સાક્ષી શિવના નેતા મલ્યા છે મને, એથી ઉત્તમ વસ્તુ કોઈ ન ગણું, જેની કરું માંગણી, માંગું આદર વૃદ્ધિ તોય તુજમાં, એ હાર્દની લાગણી - ૩૩ જાણી આહત ગૂર્જરેશ્વરતણી વાણી મનોહારિણી, શ્રદ્ધા સાગર વૃદ્ધિ ચંદ્ર સરખી, સંતાપ સંહારિણી; તેનો આ અનુવાદ મેં સ્વપરના કલ્યાણ માટે કર્યો, શ્રીમનેમિસૂરીશ સેવન બળે, જે ભક્તિભાવ ભર્યો. ૩૪ ========= ==== ૫૩
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy