________________
કલ્યાણકારી દેવ ! તુમ સમ સ્વામી મુજ માથે છતે, કલ્યાણ કોણ ન સંભવે જો વિઘ્ન મુજ નવ આવતે; પણ મદન આદિક શત્રુઓ પૂંઠે પડયા છે. માહરે, દૂરે કરું શુભ ભાવનાથી પાપીઓ પણ નવ મરે - ૧૨ સંસારરૂપ સમુદ્રમાં ભમતાં અનાદિકાળથી, હું માનું છું કે આપ કદી મુજ દૃષ્ટિએ આવ્યા નથી; નહીંતર નરકની વેદના સીમા વિનાની મેં પ્રભુ ! બહુ દુઃખથી જે ભોગવી તે કેમ હું પામું વિભુ ? - ૧૩ તરવાર ચક્ર ધનુષ્ય ને અંકુશથી જે શોભતું, વજ્રપ્રમુખ શુભચિહ્નથી શુભભાવવલ્લી રોપતું; સંસાર તારક આપનું એવું ચરણયુગ નિર્મલું, દુર્વાર એવા મોહ વૈરીથી ડરીને મે થયું - ૧૪
નિઃસીમ કરુણાધાર છો, છો આપ શરણ પવિત્ર છો, સર્વજ્ઞ છો નિર્દોષ છો ને સર્વ જગના નાથ છો; હું દીન છું હિમ્મત રહિત થઈ શરણે આવ્યો આપને, આ કામરૂપી ભિલ્લથી રહ્યો મને-રશ્નો મને
૧૫
વિણ આપ આ જગમાં નથી સ્વામી સમર્થ મળ્યો મને, દુષ્કૃત્યનો સમુદાય મોટો જે પ્રભુ મારો હણે; હું શું શત્રુઓનું ચક્ર જે બહુ દુ:ખથી દેખાય છે, વિણ ચક્ર વાસુદેવના તે કોઈ રીત હણાય છે ૧૬ પ્રભુ ! દેવના પણ દેવ છો વળી સત્ય શંકર છો તમે, છો બુદ્ધ ને આ વિશ્વત્રયના છો તમે નાયકપણે; I એ કારણે આન્તર રિપુ સમુદાયથી પીડેલ હું, હે નાથ ! તુમ પાસે રડીને હૃદયના દુઃખો કહું - ૧૭
૫૦