________________
સંસાર રૂપ મુહાટવીના સાર્થવાહ પ્રભુ ! તમે, મુકિત પુરી જાવા તણી ઈચ્છા અતિશય છે મને, આશ્રય કર્યો તેથી પ્રભો ! તુજ તોય આન્તર તસ્કરો, મુજ રત્નત્રય લૂંટે વિભો, રક્ષા કરો-રક્ષા કરો - ૬ બહુ કાળ આ સંસાર સાગરમાં પ્રભુ ! હું સંચર્યો, થઈ પુણ્ય રાશિ એકઠી ત્યારે જિનેશ્વર ! તું મળ્યો; પણ પાપ કર્મ ભરેલ મેં સેવા સરસ નવ આદરી, શુભ યોગને પામ્યા છતાં મેં મૂર્ખતા બહુએ કરી - ૭ આ કર્મરૂપ કુ લાલ મિથ્યાજ્ઞાન રૂપી દંડથી, ભવચક્ર નિત્ય ભમાવતો દિલમાં દયા ધરતો નથી; કરી પાત્ર મુજને પૂંજ દુઃખનો દાબી દાબીને ભરે, વિણ આપ આ સંસાર કોણ રક્ષા કહો એથી કરે ? - ૮ કયારે પ્રભો ! સંસારકારણ સર્વ મમતા છોડીને, આજ્ઞા પ્રમાણે આપની મન તત્ત્વજ્ઞાને જોડીને; રમીશ આત્મ વિષે વિભો ! નિરપેક્ષ વૃત્તિ થઈ સદા, ત્યજીશ ઈચ્છા મુક્તિની પણ સંત થઇને હું કદા ? – ૯ તુજ પૂર્ણશશિની કાન્તિ સરખા કાન્ત ગુણ દઢ દોરથી, અતિચપલ મુજ મન વાંદરાને બાંધીને બહુ જોરથી; આજ્ઞારૂપી અમૃત રસોના પાનમાં પ્રીતિ કરી, પામીશ પરબ્રહ્મ રતિ ક્યારે વિભાવો પુણ્ય વીસરી - ૧૦ હું હીનથી પણ હીન પણ તુમ ચરણ સેવાને બળે, આવ્યો અહીં ઊંચી હદે જે પૂર્ણ પુણ્ય થકી મલે; તો પણ હઠીલી પાપી કામાદિક તણી ટોળી મને, અકાર્ય માં પેરે પરાણે પીડતી નિર્દયપણે - ૧૧
૪૯