SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાર્હત્ શ્રી કુમારપાલ-ભૂપાલ વિરચિત આત્મ-નિંદા દ્વાત્રિંશિકાનો અનુવાદ (હરિગીત છંદ) સર્વે સુરેન્દ્રોના નમેલા મુકુટ તેના જે મણિ, તેના પ્રકાશે ઝળહળે જે પાદપીઠ તેના ઘણી; આ વિશ્વનાં દુ:ખો બધાયે છેદનારા હે પ્રભુ ! જય જય થજો જગબંધુ ! તુમ એમ સર્વદા ઈચ્છું વિભુ ! -૧ વીતરાગ હે કૃતકૃત્ય ભગવન્ ! આપને શું વિનવું ? હું મૂર્ખ છું મહારાજ ! જેથી શક્તિહીન છતાં સ્તવું ! શું અર્થિવર્ગ યથાર્થ સ્વામીનું સ્વરૂપ કહી શકે ? પણ પ્રભો ! પૂરી ભક્તિ પાસે યુક્તિઓ ય ના ઘટે-૨ । હે નાથ ! નિર્મલ થઈ વસ્યા છો આપ દૂરે મુક્તિમાં, તો યે રહ્યા ગુણ ઓપતા મુજ ચિત્તરૂપી શક્તિમાં; અતિ દૂર એવો સૂર્ય પણ શું આરસીના સંગથી, પ્રતિબિંબ રૂપે આવી અહીં ઉદ્યોતને કરતો નથી ? - ૩ હું પ્રાણી તણાં પાપો ઘણા ભેગા કરેલા જે ભવે, | ક્ષીણ થાય છે ક્ષણમાં સહુ તે આપને સારે સ્તવે; I અતિ ગાઢ અંધારા તણું પણ સૂર્ય પાસે શું ગજું ? એમ જાણીને આનંદથી હું આપને નિત્યે ભજું. ૪ શરણ્ય ! કરુણા સિંધુ ! જિનજી ! આપ બીજા ભકતના, મહામોહ વ્યાધિને હણો છો શુદ્ધ સેવાસકતના; । આનંદથી હું આપ આણા મસ્તકે નિત્યે વહું, તોયે કહો કોણ કારણે એ વ્યાધિના દુઃખો સહું ? - ૫ ४८
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy