________________
જે ભેદાય ન ચક્રથી ન અસિથી, કે ઈન્દ્રના વજથી, એવા ગાઢ કુકર્મ તે જિનપતે ! છેદાય છે આપથી; જે શાંતિ નવ થાય ચંદન થકી, તે શાંતિ આપો મને, વાસુપૂજ્ય જિનેશ હું પ્રણયથી, નિત્યે નમું આપને....૧૨
| (રાગ : તે પંખીની ઉપર પચરો) જેવી રીતે વિમલ જળથી વસ્ત્રનો મેલ જાયે, તેવી રીતે વિમલ જિનના ધ્યાનથી નષ્ટ થાય; પાપો જૂના બહુ ભવતણા અજ્ઞતાથી કરેલા, તે માટે હે જિન ! તુજ પદે પંડિતો છે નમેલા...૧૩ જેઓ મુક્તિ નગર વસતા કાળ સાદિ અનંત, ભાવે ધ્યાને અવિચલપણે જેહને સાધુ-સંત; જેની સેવા સુરમણિ પરે સૌખ્ય આપે અનંત, નિત્યે મારા હૃદય કમળે આવજો શ્રીઅનંત...૧૪ સંસારસંભોનિધિ જળ વિષે બૂડતો હું જિનેન્દ્ર, તારો સારો સુખકર ભલો ધર્મ પામ્યો મુનીન્દ્ર, લાખો યત્નો યદિ જન કરે તો'ય ના તેહ છોડું, નિત્યે ધર્મ પ્રભુ તુજ કને ભકિતથી હાથ જોડું....૧૫ જાણ્યા જાયે શિશુ સકળના લક્ષણો પારણાથી, શાન્તિ કીધી પણ પ્રભુ તમે માતના ગર્ભમાંથી; પખંડોને નવનિધિ તથા ચૌદ રત્નો ત્યજીને, પામ્યા છો જે પરમપદને આપજો તે અમોને...૧૬ જેહની મૂર્તિ અમૃત ઝરતી ધર્મનો બોધ આપે, જાણે મીઠું વચન વદતી શોક સંતાપ કાપે; જેહની સેવા પ્રણય ભરથી સર્વ દેવો કરે છે, તે શ્રી કુંથુજિન ચરણમાં ચિત્ત મારું કરે છે...૧૭