________________
|
સોના કેરી સુર વિરચિતા પદ્મની પંકિત સારી, પશો જેવા પ્રભુ ચરણના સંગથી દીપ્તિ ધારી; દેખી ભવ્યો અતિ ઉલટથી હર્ષના આંસુ લાવે, તે પા પ્રભુ ચરણમાં હું નમું પૂર્ણ ભાવે...૬ આખી પૃથ્વી સુખમય બની આપના જન્મ કાલે, ભવ્યો પૂજે ભય રહિત થઈ આપને પૂર્ણ વ્હાલે; પામે મુકિત ભવ ભય થકી જે સ્મરે નિત્ય મેવ, નિત્ય વંદું તુમ ચરણમાં શ્રી સુપાર્થેશ દેવ...૭ જેવી રીતે શશિકિરણથી ચંદ્રકાન્ત દ્રવે છે, કારણ કે તેવી રીતે કઠિણ હૃદયે હર્ષનો ધોધ વહે છે; દેખી મૂર્તિઅમૃત ઝરતી મુકિતદાતા તમારી, પ્રીતે ચંદ્રપ્રભજિન મને આપજો સેવ મારી...૮ ટકા સેવા માટે સુર-નગરથી દેવનો સંઘ આવે, ભક્તિ ભાવે સુરગિરિ ઉપરે સ્નાત્ર પૂજા રચાવે; નાટયારંભે નમન કરીને પૂર્ણ આનંદ પાવે, સેવા સારી સુવિધિજિનની કોણને ચિત્ત નાવે ? ...૯ આધિ વ્યાધિ પ્રમુખ બહુ એ તાપથી તપ્ત પ્રાણી, શીળી છાયા શીતલજિનની જાણીને હર્ષ આણી; નિત્ય સેવે મન વચનને કાયથી પૂર્ણ ભાવે, કાપી ખંતે દુરિતગણને પૂર્ણ આનંદ પાવે....૧૦ | (રાગ : અહંત ભગવંત ઈન્દ્ર મહિતાઃ )
જે હેતુ વિણ વિશ્વના દુઃખ હરે, ન્હાયા વિના નિર્મળા, જિતે આંતર શત્રુને સ્વબળથી, દ્વેષાદિથી વેગળા; વાણી જે મધુરી વડે ભવહરી, ગંભીર અર્થે ભરી, તે શ્રેયાંસનિણંદના ચરણની, ચાહું સદા ચાકરી....૧૧
L