________________
!
|
|
જે દુઃખોના વિષમ ગિરિઓ વજની જેમ ભેદે, ના ભવ્યાત્માની નિબિડ જડતા સૂર્યની જેમ છેદે; . જેની પાસે તૃણ સમ ગણે સ્વર્ગને ઈન્દ્ર જેવા, એવી સારી અર જિન મને આપજો આપ સેવા...૧૮ તાર્યા મિત્રો અતિ રૂપવતી સ્વર્ણની પૂતળીથી, એવી વસ્તુ પ્રભુ તુજ નથી બોધ ના થાય જેથી; સચ્ચારિત્ર જન મન હરી બાળથી બ્રહ્મચારી, નિત્યે મલ્લિ જિનપતિ મને આપજો સેવ સારી....૧૯
પર (રાગ : અહંતો ભગવંત....) અજ્ઞાનાંધકૃતિ વિનાશ કરવા જે સૂર્ય જેવા કહ્યા, જેણે અષ્ટ પ્રકારના કઠિન જે કર્મો બધાં તે દહ્યાં; જેની આત્મ સ્વભાવમાં રમણતા જે મુકિતદાતા સદા, એવા શ્રી મુનિસુવ્રતેશ નમીએ જેથી ટળે આપદા....૨૦ વૈરિવંદ નમ્યો પ્રભુ જનકને ગર્ભ પ્રભાવે કરી, કીર્તિ ચંદ્રકરોજ્જવલા દશ દિશિ આ વિશ્વમાં વિસ્તરી; આપી બોધ અપૂર્વ આ જગતને પામ્યા પ્રભુ શર્મને, પુણ્ય શ્રી નમિનાથ આપ ચરણે પામ્યો ખરા ધર્મને....૨૧ લોભાવે લલના તણા લલિત શું ત્રિલોકના નાથને, કંપાવે ગિરિભેદી વાયુ લહરી શું સ્વર્ગના શૈલને; શું સ્વાર્થે જિદેવ એ પશુ તણાં પોકારના સાંભળે, શ્રીમમિ જિનેન્દ્ર સેવન થકી શું શું જગે ના મળે....૨૨ ધૂણીમાં બળતો દયાનિધિ તમે જ્ઞાને કરી સર્પને, જાણી સર્વ જનો સમક્ષ ક્ષણમાં આપી મહામંત્રને; કીધો શ્રી ધરણંદ્રને ભવ થકી તાર્યા ઘણાં ભવ્યને, આપો પાર્શ્વ જિનેન્દ્ર નાશ રહિતા સેવા તમારી મને... ૨૩