SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ AAGALOLALGE - ધ્યાવો ધ્યાવો ધ્યાનશું, ધર્મનાથ ભગવંત; શિવરમણીનો સાહિબો, આપે ભવનો અંત. ૧૫ અવતરીયા અવની મહીં, શાંતિનાથ સુખકાર; દિલભર દર્શન દીજીયે, આતમના આધાર, ૧૬ કર જોડી કીર્તન કરું , કંથુનાથ કીરતાર; જન્મ મરણની જાળથી, પ્રભુજી તું ઉદ્ધાર. ૧૭ અરનાથ અઢારમા, ભાવે ભજું ભગવંત; ત્યાગી દોષ અઢારને, આપ થયા અરિહંત. ૧૮ મલ્લિનાથ મહારાજજી, મનગમતાં મળીયા; માનું મુકિતની મોજને, હૈડાશું હળીયા. ૧૯ રાજગૃહીના રાજવી, મુનિસુવ્રત સ્વામી; પરમાનંદને પામવા, પ્રણમું શિરનામી. ૨૦ નંદન વપ્રા માતના, નમિનાથ ભગવાન; ક્ષણ ન વીસરશું આપને, દેજો સમકિત દાન. ૨૧ નેમનાથ બાવીસમા, શિર વહું તુજ આણ; રાજુલ રમણી પરિહરી, રાખ્યા પશુના પ્રાણ. ૨૨ વામાનંદન પાર્શ્વનાથ, પૂર્યા કૃષણના કોડ; અવિનાશી કાશી ધણી, વંદું બે કર જોડ. ૨૩ મહાવીર સ્વામી માહરી, પૂરી કરજો આશ; ચાહે ચિત્તમાં ચાકરી, નિત્ય નરોત્તમદાસ. ૨૪ એ ચોવીશે જિન તણા, લેતાં નિત્ય નામ; રોગ શોક સંકટ ટળે, સિદ્ધ હવે સહુ કામ. ૨૫
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy