SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ જોડી અંજલી મસ્તકે, અભિનંદન સ્વામી; નમું નિરંજન નાથ હું, શિવસુખનો કામી. ૪ સુમતિનાથ સાહેબજી, કુમતિ કાઢણહાર; મળજો મન મંદિરમાં, વિનવું વારંવાર. ૫ પદ્મપ્રભુ પરમાત્મા, નમું ઊઠી પ્રભાત; નિરખો નેહ નજર કરી, કરો કર્મનો ઘાત. ૬ સુપાર્શ્વનાથ તે સાતમા, હરજો તનના તાપ; છાંટો અમીનો નાખજો, અમૃત ભરીયા આપ. ૭ ચંદ્ર સમા ઉજ્જવળ પ્રભુ, ચંદ્રપ્રભુ મહારાજ; લક્ષ્મણા માતાના લાડકા, પામ્યો પુણ્યે આજ. ૮ સુવિધિનાથને સમરતાં, સુધરી જાય સંસાર; શોક સંતાપને સંહરી, ઊતરીયે ભવપાર. ૯ નંદા ને દૃઢરથ તણા, નંદન શીતલ નાથ; શરણે આવ્યો તાહરે, પકડી લ્યોને હાથ. ૧૦ શ્રેયાંસનાથ હું આપને, સંભારું દિનચત; હરકત હરજો માહરી, ત્રિભુવનમાં વિખ્યાત. ૧૧ વાસુપૂજ્ય જિણદ જી, નિરખું નયનાનંદ; પદકજ પ્રેમે પ્રણમતાં, પામું પરમાનંદ. ૧૨ વિષય વિકારને વારજો, વિમલનાથ વિશ્વેશ; વિનયે હું વિનવું વળી, ટાળી દ્યો ભવક્લેશ. ૧૩ અનંતનાથ પ્રભુ આપજો, મુક્તિપુરીમાં વાસ; સેવક તુમ સરખો કરો, તો તમને શાબાસ. ૧૪ ૩૬
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy