________________
1
વનવગડે વીતરાગ મુનિના વૃદમાં, પ્રેત વનોમાં ધરશું ક્યારે ધ્યાન જો; શત્રુ મિત્રને સુખ દુઃખમાં સમતા કરી, ક્યારે રહીશું કાઉસ્સગે એકતાન જો. એવો...૧૬ અપૂર્વકરણ ગુણઠાણું ક્યારે પામશું, ક્ષપક શ્રેણિનો કરશું ક્યારે સ્વાદ જો; સી સહજાનંદ સ્વભાવદશા મળશે કદા, યથાખ્યાતનો મેળવશું આલાદ જો. એવો...૧૭ જન્મ ભલે મુજ જ્યારે જ્યાં ત્યાં જે મળો, પણ મુજ મળજો અપુનર્બધક ભાવ જો, તમારા સુખ દુઃખને સહેવાની સાચી ધીરતા, સોહંપદનું રટણ થજો શુભ ભાવ જો. એવો...૧૮ અનિત્ય અશરણ આદિ બારે ભાવના, મૈત્રી પ્રમોદ આદિ ભાવના ચાર જો; પંચ મહાવ્રત કેરી પચવીસ ભાવના, ભાવીને ઉતરશું ક્યારે પાર જો. એવા... ૧૯ પાંચસો ત્રેસઠ જીવ જિનેશ્વર ભાંખીયા, ચાર ગતિના છકાય ધારી સર્વ જો; સૂક્ષ્મ બાદર ત્રાસને સ્થાવર જીવથી, ત્રિવિધ ખામણા કરશું મૂકી ગર્વ જો. એવો....૨૦, મરણ ભવોભવ જિનવરને જપતાં થજો, સિધ્ધ નિરંજન કેરું મળજો ધ્યાન જો; સૂરિ વાચકને મુનિવરથી નિર્ધામણા, જિનવાણીમાં ચિત્ત રહો એકતાન જો.એવો..૨૧
ા
૩૪