________________
શ્રી જિનવરની પાસે સંયમ આદરી, ક્યારે થઈશું અત્યંતર આણગાર જો; મન-વચ-કાયા રત્નત્રયી રટતા હશે, અળગા થાશે ક્યારે દોષ અઢાર જો. એવો....૧૦ ગીતારથ ગુરુવરનું શરણું આદરી, વિચરશું વિકથા ચારેથી દૂર જો, સર્વકાલ સ્વાધ્યાય સખા થઈને વળી, ધ્યાતા થઈશું ધર્મ ધ્યાનનું પૂર જો. એવો... ૧૧ બાહ્ય અર્થાતર ગ્રંથી ભુજ દૂર થશે, પ્રશમ સુધાનું કરશું ક્યારે પાન જો; સર્વ સંસારી સંયોગો દૂર કરી, ગિરિ ગુફામાં કબ રહીશું એકતાન જો. એવો...૧૨ કાલ અનાદિ સંજ્ઞા ચોકી ચારની, અળગી થાશે કબ આતમથી સાવ જો; નંદન મુનિવર જીવ જિનેશ્વર વીરના. જેવો તપશું તપ ભવ દરિયે નાવ જો. એવો... ૧૩ રૂપ ગંધ રસ સ્પર્શ શબ્દના છંદનો, બાહ્ય અત્યંતર ત્યાગ કદા મુજ થાય જો; ગજસુકુમાલ સુકોશલ મેતારજ મુનિ, જેવો થઈને જીતું ચાર કષાય જો. એવો...૧૪ કાકંદી નગરીના ધન્ના મુનિવરું, ધન્ના શાલી મુનિવર મેઘકુમાર જો; બાહુબલીને ઢંઢણ બંધક ત્યાગીયા, જેવા વ્રત પાળીશું નિરતિચાર જો. એવો...૧૫
૩૩