________________
| 1
આર્ત-રૌદ્રનું યુમ અનાદિકાલનું,
. વર્તે છે મુજ આતમમાં વડભાવ જો; ધર્મ-શુક્લ અગ્નિના અતિશય જોરથી, ભસ્મીભૂત થઈ જાશે ક્યારે સાવ જો. એવો.....૪ આશ્રવ પાંચ અનાદિ શત્રુ જીવના,
તારી હિંસા તેમાં સૌથી મોટી બેન જો;
કા મૃષાવાદ ચોરી ને મૈથુન પરિગ્રહ, અળગું થાશે જ્યારે મોહતું ઘેન જો. એવો.....૫ દાન શીલ તપ ભાવ જિનેશ્વરે ભાંખીયા, મુજને મળશે જ્યારે એહનો યોગ જો; પ્રત્યેક કરણી કરશું જિન વચનો ગ્રહી, મીટાવીશું કર્મ તણું કબ રોગ જો.એવો.....૬ ના રોજ સમવસરણ જિનવરનું જોશું કઈ પળે,
આ બાર પર્ષદામાં બેસીશું કઈ વાર જો;
વાતો વાણી શ્રી જિનવરની સુણવા કારણે, મા શરીર વાણીને સ્વાંત થશે એક તાર જો. એવો.....૭ પ્રવચનમાતા આઠે મુજ માતા થશે, આણા જિનની કરશે મુજ સહકાર જો; ચરણ કરણ સિત્તરીઓ સહકારી થશે, વાસ કરીશું સંયમ ગુણ દરબાર જો. એવો.....૮ કેવલજ્ઞાની મન:પર્યવ ઓહી મુની, પૂરવધર ને ગણધર લબ્ધિવંત જો; ગૌતમસ્વામી સુધર્મા ને જંબૂસમા, મુજને મળશે જ્યારે એવા સંત જો. એવો......૯
|
!