________________
ઈહ ભવ પરભવ આચર્યા, પાપ અધિકરણ મિથ્યાત રે; | જે જિનાશાતનાદિક ઘણાં, નિંદિયે તેહ ગુણઘાત રે. ૨. ૧૦ ગુરૂતણાં વચન જે અવગણી, ગંથિયા આપ મત જાલ રે; બહુ પરે લોકને ભોળવ્યા, નિંદિયે તેહ જંજાળ રે. ૨. ૧૧ જેહ હિંસા કરી આકરી, જેહ બોલ્યા મૃષાવાદ રે; જેહ પરધન કરી હરખિઆ, કીધલો કામ ઉન્માદ રે. ૨.૧૨ જેહ ધન ધાન્ય મૂછ ધરી, સેવિયા ચાર કષાય રે; રાગ ને દ્વેષને વશ હુઆ, જે કીયો કલહ ઉપાય રે. ૨. ૧૩ જૂઠ જે આળ પરને દિયા, જે કર્યા પિશુનતા પાપ રે; રતિ-અરતિ-નિંદ-માયા-મૃષા, વળી ય મિથ્યાત્વ સંતાપ રે.ચે.૧૪ પાપ જે એહવાં સેવિયાં, નિંદિમેં તેહ ત્રિહું કાળ રે; સુકૃત અનુમોદના કીજીએ, જિમ હોયે કર્મ વિસરાળ રે. ૨.૧૫ વિશ્વ ઉપકાર જે જિન કરે, સાર જિન નામ સંગ રે; તે ગુણ તાસ અનુમોદિયે, પુણ્ય અનુબંધ શુભ યોગ રે. ૨.૧૬ સિધની સિધ્ધતા કર્મના, ક્ષય થકી ઉપની જેહ રે; જેહ આચાર આચાર્યનો, ચરણ વન સિંચવા મેહ રે. ૨.૧૭ જેહ ઉવજઝાયનો ગુણ ભલો, સૂત્ર સજ્જાય પરિણામ રે; સાધુની જે વળી સાધુતા, ભૂલ ઉત્તર ગુણ ધામ રે. ૨.૧૮ જેહ વિરતિ દેશ શ્રાવક તણી, જેહ સમકિત સદાચાર રે; સમક્તિ દષ્ટિ સુર નર તણો, તેહ અનુમોદિએ સાર રે. ૨.૧૯ અન્યમાં પણ દયાદિક ગુણો, જેહ જિન વચન અનુસાર રે; સર્વ તે ચિત્ત અનુમોદિયે, સમકિત બીજ નિરધાર રે. ૨. ૨૦