________________
દેવ-ગુરુ-ધર્મ આશાતના, કરી ઉસૂત્ર કહ્યા જેહ રે; સ્થાપ્યા ઉન્માર્ગ ગણી ઘાતીયા, નિંદું પાપો મુજ તેહ રે. વીર.૨૧ | પાપ કરતા અધિકરણ બહુ, ભવોભવ મેલીયા જેહ રે; તિમ કુટુંબ પરિગ્રહ પાપકર, નિંદુ વોસીરાવું સવી તેહ રે. વીર. ૨૨ અરિહંત સિદ્ધ આચાર્ય તિમ, ઉવજઝાય સાધુ અનંત રે; જગત ઉપકાર ગુણ અનંત જસ, પ્રણમી અનુમોદું બહુ ખંત રે. વીર. ૨૩ અન્ય જીવોમાં પણ સદ્ગુણો, હોય જિન માન્ય સવી જેહ રે; વિવેક બુદ્ધિ ધરી આત્મમાં, અનુમોદું ચિત્તથી તેહ રે. વીર. ૨૪| પંચ પરમેષ્ઠિ આરાધીયા, સંઘ તીરથની કરી સેવ રે; જિન ધરમ નૈકવિધ આચર્યો, અનુમોદુ એ શુભકરણી દેવ રે. વીર.૨૫ ભાવના બાર અનિત્યાદિ તિમ, મૈત્રી પ્રમોદ કરૂણાદિ રે; મુજ મન રટણ રહો એહતું, કાપે સંસાર અનાદિ રે. વીર. ૨૬ અવસર જાણી અણસણ લઉં, ત્યાગી સવી આધિ ઉપાધિ રે; આહાર ચઉ ત્યાગી ચઉ શરણ લઈ, ચિત્ત ધરી સમતા સમાધિ રે.વીર. ૨૭. સર્વ સુખપ્રદ સકલ દુઃખહર, મંત્રપતિ શાસ્ત્ર સવી સાર રે; | જિનેશપદ દાતા નવકાર મુજ, સ્મરણે રહો અવિરત ધારે રે. વીર. ૨૮ આરાધનાના અધિકાર દશ, રાગ દ્વેષ વિષય કષાય રે; હરજો મુજ આત્મ શુદ્ધિ થશે, જેહથી શિવસુખ થાય રે. વીર. ૨૯ સાલ વીર મોક્ષ પચીસો, શ્રાવણ પૂર્ણિમા દિન રે; કચ્છ-બિદડામાં ચોમાસું રહી, આરાધના કીધી અદીન રે. વીર. ૩૦ દશ અધિકાર આરાધના, ઈમ મુજ સાંભળી દેવ રે, છે ગૌતમ નીતિ ગુણ સૂરિ કહે, દેજો મુજ ભવોભવ સેવ રે. વીર. ૩૧ |
OM