________________
સર્વ-વિરત્યાદિ વ્રત નિયમ લઈ, દોષ બહુ આચર્યા જેહ રે; ઈમ ભવોભવ કર્યા દોષ જે, મિચ્છામિ દુક્કડં તેહ રે. વીર. ૧૦ | દોષ આલોઈ મહાવ્રત લહ્યા, લહ્યા બહુ નિયમ વ્રત સાર રે; વિરતિ વિણ આત્મ કલ્યાણ નહિ, વિરતિ છે મોક્ષ દેનાર રે. વીર. ૧૧ | લાખ ચોર્યાસી યોનિતણા, જીવ સર્વે ખમાવું જ રે; વેર કોઈ જીવ સાથે ન મુજ, મિત્ર છે જીવ સવી મુજ રે. વીર. ૧૨ : ધર્મનું સાર છે ક્ષામણા, તિણે ખમાવું વારંવાર રે; સર્વ જીવો મુજ ભામણા, આપજો સ્વપર હિતકાર રે. વીર. ૧૩ હિંસા મૃષા ચોરી અબ્રહ્મ પરિગ્રહ, ક્રોધ માન માયા લોભ રાગ રે; વેષ કલહ રતિ અરતિ પૈથુન, માયામૃષા નિંદા મિથ્યાત્વાથ રે. વીર.૧૪ અઢાર એ પાપસ્થાનક કહ્યા, મોક્ષ પથ વિન કરે જેહરે છે ! સેવા દુર્ગતિપ્રદા દુઃખદા, નિંદુ વોસીરાવું સવિ તેહ રે. વીર. ૧૫ શરણ લહું શ્રી અરિહંતનું, જેહ ભવ જલનિધિ નાવ રે; ; અનુત્તરે જગત ઉપકારકા, શરણ કરે દુઃખ અભાવ રે. વીર.૧૬ | શરણ લહું સિદ્ધ ભગવંતનું, મોક્ષમાં જેહનો વાસ રે; પણ એ અનંતજ્ઞાનાદિ ચઉ લીન જે, પૂર્ણ જસ આત્મ વિકાસ રે. વીર.૧૭ | શરણ લહું સાધુ ભગવંતનું, સાધતા જેહ શિવરાજ રે; કોક રક્ષા ઉદ્ધાર કરે સર્વનું, રહે પરમ સંયમ સાજ રે. વીર. ૧૮ શરણ લહું શ્રી જિનધર્મનું, જે સકલ દુ:ખ હરનાર રે; સર્વ સુખ સંપત્તિ મૂળ જે, શરણાગત મોક્ષ દેનાર રે. વીર. ૧૯ | સંપત્તિ કુટુંબ દુ:ખદાયકા, કોઈ નહિ શરણ દાતાર રે; અરિહંતાદિ શરણ ચાર છે, સર્વ દુઃખ મુકિત કર્તાર રે. વીર. ૨૦]