________________
લા પર પકાશ જાય
(રાગ : શાંતિ જિન એક મુજ વિનતિ)
વીર જિન વિનતિ સાંભળો, ભવદવ ટાળવા મુજ રે; I પાપ મુજ હૃદય સંતાપતા, આલોઉંસાક્ષીએ તુજ રે. વીર. ૧ 1
દુઃખમય દુઃખફલ દુઃખની, પરંપરાને સરજનાર રે; અનાદિ સંસાર છે કર્મથી, ટાળ પ્રભુ દયા ધરનાર રે. વીર. ૨ વિષય ક્રોધાદિમાં રાચતાં, પાપ કરતાં અવિચાર રે; / રાગ દ્વેષે ભવ ભટકતાં, નવી કર્યો આત્મ વિચાર રે. વીર. ૩ - અતિ અધમ દુઃખી મુજ પર દયા, લાવી દઈ જ્ઞાન કર સહાય રે; આત્મશુદ્ધિ સહ જીવની, મુકિત પણ જેમ થઈ જાય રે. વીર. ૪ દર્શન જ્ઞાન ચરિત્ર તપ, વીર્યના જેહ અતિચાર રે; અન્નપણે આચર્યા દેવ મેં, મિચ્છામિ દુક્કડ સાર રે. વીર. ૫ અરિહંત સિદ્ધ આચાર્ય તિમ, ઉપાધ્યાય મુનિ સંતરે; જગત ઉપકારી પરમેષ્ઠિઓ, છ થયા અનંત ગુણવંત રે. વીર. ૬) સકલ એ ગુણી તથા અન્ય પણ, ગુણધરા જીવ જગ જેહ રે; સર્વ એ જીવ મેંદુહવ્યા, મિચ્છામિ દુક્કડં તેહ રે. વીર. ૭ ના પૃથ્વી અપ તેઉ વાયુ તથા, વનસ્પતિકાય ત્રસ કાય રે; આરંભ લોભાદિથી મેં હણ્યા, નિરપરાધી અસહાય રે. વીર. ૮ વળી હિંસા અમૃત સ્નેય મૈથુન, પરિગ્રહાદિ તિમ જેહ રે; આચરી જીવ વિરાધીયા, મિચ્છામિ દુક્કડં તેહ રે. વીર. ૯