________________
નવકાર મંત્ર વિનાશ કીધો અન્ય મંત્રો જાણીને, કુશાસ્ત્રનાં વાકયો વડે હણી આગમોની વાણીને; કુદેવની સંગત થકી કો નકામો આચર્યા, મતિ ભ્રમ થકી રત્નો ગુમાવી કાચ કટકા મે ગ્રહ્યા. ૧૨ । આવેલ દ્રષ્ટિમાર્ગમાં મૂકી મહાવીર આપને, મે મૂઢધીએ હ્રદયમાં યાયા મદનના ચાપને; નેત્રબાણો ને પયોધર નાભી ને સુંદર કટી, શણગાર સુંદરીઓ તણા છટકેલ થઈ જોયા અતિ. ૧૩ મૃગનયની સમ નારી તણાં મુખ ચંદ્ર નીરખવા વતી, મુજ મન વિષે જે રંગ લાગ્યો અલ્પ પણ ગાઢો અતિ; તે શ્રુતરૂપ સમુદ્રમાં ધોયા છતાં જાતો નથી, . તેનું કહો કારણ તમે બધું કેમ હું આ પાપથી. ૧૪. “સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણતણો નથી,
ઉત્તમ વિલાસ કળાતણો દેદીપ્યમાન પ્રભા નથી; પ્રભુતા નથી તો પણ પ્રભુ અભિમાનથી અક્કડ ફ, ચોપાટ ચારગિત તણી સંસારમાં ખેલ્યા કરૂં. ૧૫
આયુષ્ય ઘટતું જાય તો પણ પાપબુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ મટે; । ઔષધ વિષે કરું યત્ન પણ હું ધર્મને તો નવ ગણું, બની મોહમાં મસ્તાન હું પાયા વિનાના ઘર ચણું. ૧૬
આત્મા નથી પરભવ નથી વળી પુણ્ય પાપ કશું નથી, મિથ્યાત્વીની કટુ વાણી મેં ધરી કાન પીંધી સ્વાદથી; રિવ સમ હતા જ્ઞાને કરી પ્રભુ ! આપશ્રી તોપણ અરે, દીવો લઈ વે પડયો ધિક્કાર છે મુજને ખરે. ૧૭
૧૯