SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાં દેવદુંદુભિ ઘોષ ગજવે ઘોષણા ત્રણલોકમાં, ત્રિભુવન તણા સ્વામી તણી સૌએ સુણો શુભ દેશના; પ્રતિબોધ કરતા દેવ માનવને વળી તિર્યંચને, એવા. ૩૩ જયાં ભવ્ય જીવોના અવિકિસત, ખીલતાં પ્રજ્ઞાકમલ, ભગવંત વાણી દિવ્ય સ્પર્શ દૂર થતાં મિથ્યા વમળ; ને દેવ દાનવ ભવ્ય માનવ ઝંખતા જેનું શરણ, એવા. ૩૪ જે બીજ ભૂત ગણાય છે ત્રણ પદ ચતુર્દશ પૂર્વના, ઉપને ઈ વા વિગઈ વા ધુવેઈ વા મહાતત્તવના; એદાન સુ-શ્રુતજ્ઞાનનું દેનાર ત્રણ જગનાથ જે, એવા. ૩૫ એ ચૌદપૂના રચે છે સૂત્ર સુંદર સાર્થ જે, તે શિષ્ય ગણને સ્થાપતા ગણધર પદે જગનાથ જે; ખોલે ખજાનો ગૂઢ માનવ જાતના હિત કારણે, એવા. ૩૬ જે ધર્મ તીર્થંકર ચતુર્વિધ સંઘ સંસ્થાપન કરે, મહાતીર્થ સમ એ સંધને સુર અસુર સહ વંદન કરે; ને સર્વ જીવો ભૂત પ્રાણી સત્ત્વશું કરૂણા ધરે, એવા. ૩૭ જેને નમે છે ઇન્દ્ર વાસુદેવ ને બલભદ્ર સહુ, જેના ચરણને ચક્રવર્તી પૂજતાં ભાવે બહુ; જેણે અનુત્તર વિમાનવાસી દેવના સંશય હણ્યા, એવા.૩૮ જે છે પ્રકાશક સૌ પદાથોં જડ તથા ચૈતન્યના, વર શુક્લ લેશ્યા તે રમે ગુણસ્થાનકે પરમાતમાં; જે અંત આયુષ્ય કર્મનો કરતા પરમ ઉપકારથી, એવા. ૩૯ ૧૪
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy