________________
બહુ પુણ્યનો જયાં ઉદય છે એવા ભાવિકના દ્વારને, પાવન કરે ભગવંત નિજ તપ છઠ્ઠ અઠ્ઠમ પારણે; સ્વીકારતા આહાર બેંતાલીસ દોષ વિહીન જે, એવા.૨૬ ઉપવાસ માસખમણ સમા તપ આકરા તપતા વિભુ, વીરાસનાદિ આસને સ્થિરતા ધરે જગના પ્ર ભુ; બાવીસ પરીષહને સહંતા ખૂબ જે અદ્ભુત વિભુ, એવા.૨૭ બાહ્ય અભ્ય તર બધા પરિગ્રહ થકી જે મુકત છે, પ્રતિમા વહન વળી શુકલધ્યાને જે સદાય નિમગ્ન છે; જે ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરતા, મોહમલ્લ વિદારીને, એવા.૨૮
પદસ્થ અવસ્થા જે પૂર્ણ કે વળજ્ઞાન લોકાલોક ને અજવાળતું, જે ના મહા સામર્થ્ય કે રો પાર કો નવ પામતું; એ પ્રાપ્ત જેણે ચાર ઘાતી કર્મને છેદી કર્યું, એવા. ૨૯ જે રજત સોનાને અનુપમ રત્નના ત્રણ ગઢ મહીં, સુવર્ણના પાદપીઠમાં પદ ક મલને સ્થાપન કરી; ચારે દિશા મુખ ચાર ચાર સિંહાસને જે શોભતા, એવા.૩૦
જ્યાં છત્ર પંદર ઉજજવલા શોભી રહ્યા શિર ઉપરે, ને ને દેવદેવી રત્ન ચામર વીંઝતા કેરય વડે; દ્વાદશ ગુણા વર દેવવૃક્ષ અશોકથી ય પૂજાય છે, એવા. ૩૧ મહાસૂર્ય સમ તેજસ્વી શોભે ધર્મચક્ર સમીપમાં, ભામંડલે પ્રભુ પીઠથી આભા પ્ર સારી દિગંતમાં; ચોમેર જાનુ પ્રમાણ પુષ્પો અર્થ જિનને અર્પતા, એવા.૩૨
13