________________
લોકાચ ગત ભગવંત સર્વે સિધ્ધને વંદન કર, સાવા સઘળા પાપયોગોના કરે પચચક્ખાણને; જે જ્ઞાન-દર્શન ને મહાચારિત્ર રત્નત્રયી ગ્રહે, એવા. ૧૮ નિર્મલ વિપુલમતિ મન:પર્યવ જ્ઞાન સહેજે દીપતા, જે પંચસમિતિ ગુપ્તિત્રયની રયણમાળા ધારતા; દશ ભેદથી જે શ્રમણ સુંદર ધર્મનું પાલન કરે, એવા.૧૯ પુ ષ્ક ર ક મલનાં પત્રની ભાંતિ નહિ લેપાય જે, ને જીવની માફક અપ્રતિહત વરગતિએ વિચરે; આકાશની જેમ નિરાલંબન ગુણ થકી જે ઓપતા, એવા.૨૦ ને અખલિત વાયુ સમૂહની જેમ જે નિબંધ છે, સંગોપિતાંગોપાંગ જેના ગુપ્ત ઈન્દ્રિય દેહ છે ; નિસંગતા ય વિહંગશી જેનો અમુલખ ગુણ છે, એવા.૨૧ ખગી તણા વર શું ગ જેવા ભાવથી એકાકી જે, ભારંડ પંખી સારિખા ગુણવાન ને અપ્રમત્ત છે ; વ્રતભાર વહેતા વર વૃષભની જેમ જેહ સમર્થ છે, એવા.૨૨ કું જરસમા શૂરવીર જે છે સિંહસમ નિર્ભય વળી, ગંભીરતા સાગર સમી જે ના હૃદયને છે વરી; જેના સ્વભાવે સૌમ્યતા છે પૂર્ણિમાના ચંદ્રની, એવા.૨૩ આકાશ ભૂષણ સૂર્ય જેવા દીપતા ત૫ તેજ થી, વળી પૂરતા દિગંતને કરૂણા ઉપેક્ષા મૈત્રીથી; હરખાવતા જે વિશ્વને મુદિતા તણા સંદેશથી, એવા. ૨૪ જે શરદ ઋતુના જળસમાં નિર્મળ મનોભાવો વડે, ઉપકાર કાજ વિહાર કરતા જે વિભિન્ન સ્થળો વિષે; જેની સહન શકિત સમીપે પૃથ્વી પણ ઝાંખી પડે, એવા.૨૫
૧૨.