________________
જે બાહ્ય વયમાં પ્રૌઢન્નાને મુગ્ધ કરતા લોકને, સોળે કળા વિજ્ઞાન કેરા સારને અવધારીને; ત્રણલોકમાં વિસ્મય સમા ગુણ રૂપ યૌવન યુક્ત જે, એવા.૧૧
રાજ્યાવસ્થા
મૈથુન પરિષહથી રહિત જે નંદતા નિજભાવમાં, જે ભોગકર્મ નિવારવા વિવાહ કંકણ ધારતા; ને બ્રહ્મચર્ય તણો જગાવ્યો નાદ જેણે વિશ્વમાં, એવા.૧૨ મૂર્છા નથી પામ્યા મનુજના, પાંચ ભેદે ભોગમાં, ઉત્કૃષ્ટ જેની રાજ્ય નીતિથી પ્રજા સુખચેનમાં; વળી શુદ્ધ અધ્યવસાયથી જે લીન છે નિજભાવમાં, એવા.૧૩ પામ્યા સ્વયં સંબુદ્ધ પદ જે સહજ વર વિરાગવંત, ને દેવ લોકાંતિક ઘણી ભક્તિ થકી કરતા નમન; જેને નમી કૃતાર્થ બનતા ચાર ગતિના જીવ ગણ, એવા. ૧૪ આવો પધારો ઈષ્ટ વસ્તુ પામવા નરનારીઓ, એ ઘોષણાથી અર્પતા સાંવત્સરિક મહાદાનને; ને છેદતા દારિદ્રય સૌનું દાનના મહા કલ્પથી, એવા. ૧૫ >>> શ્રમણ અવસ્થા
M
ં દીક્ષા તણો અભિષેક જેનો યોજતા ઈન્દ્રો મળી, * શિબિકા સ્વરૂપ વિમાનમાં વિરાજતા ભગવતથી; I અશોક પુન્નાગ તિલક ચંપા વૃક્ષ શોભિત વનમહીં, એવા. ૧૬ શ્રી વજ્રધર ઈન્દ્રે રચેલા ભવ્ય આસન ઉપરે, બેસી અલંકારો ત્યજે દીક્ષા સમય ભગવંત જે; જે પંચમુષ્ટિ લોચ કરતા કેશ વિભુ નિજ કરવડે, એવા.૧૭
૧૧