________________
(૧૨૪) જગતારક જગનાથ જિનવર જગતારક જગનાથ જિનવર, સામું જુઓને રે; દેવાધિદેવ દયાળ દીન પર, દષ્ટિ દીયો ને રે. આપણે બેઉ જણ સાથે રમતા, હરતા ફરતા જમતા; તો આજ તમે કેવળી થઈ બેઠા, અમને તો રાખ્યા છેટા....૧ 1 પૂર્વની પિછાણ કાઢી ન નાખો, મોટાની મોટાઈ રાખો; કર્સે કર્યો મને આપથી છેટો, થવા દીધો ન ભેટો.... ૨ સૂક્ષ્મબાદર નિગોદે ભમતાં, કાઢયો કાળ અનંતો; સ્થાવર પંચકમાં પટકાયો, કાળ અસંખ્ય ગુમાવ્યો.... ૩ | અકામ નિર્જરા યોગે કરીને, ત્રસમાં આવ્યો ફરીને; વિકસેન્દ્રિયમાં જન્મ ને મરણો, ત્યાં પણ દુઃખના ઝરણા..૪ /
જલ-સ્થલ ખેચર દુઃખની ખાણો, કર્મના પડતા ઘાણો; વિધ-વિધ શસ્ત્રો માર મરાવ્યા, દુઃખ દરિયામાં ડુબાવ્યા.......! નરકે દશવિધ વેદના જાણો, દુઃખની મોટી ખાણો; I પરમાધામીનો ત્રાસ વધારે, પરવશ રહેવું અંધારે... ૬ સુરગતિમાં આવી પડતા, વિષય વિકારો નડતા; | કર્મરાજાએ ત્યાંથી ત્રટકી, દીધા સ્થાવરમાં પટકી.... ૭ ! એમ ચડ ઉત્તર ફેરા ફરાવી, લાખ ચોરાશીમાં લાવી; આજથી પાપનો રાશિ ઘડિયો, દેવાધિદેવ તું મળીયો.. ૮
૨૭૧