________________
આધિ વ્યાધિ ઉપાધિ અનેરી, મોહ માયાની છાયા ઘેરી; સુખશાંતિ વિના, રસ જીવનમાં, ના રહે છે ...ભુજ, ૩ જલ વિના મીન રહે છે તલસી, તેમ તુમ દરશન નો હું પ્યાસી; પ્રભુજી દષ્ટિ કૅરો, અમીવૃષ્ટિ કરો, આશા એ છે ...ભુજ. ૪ જ્ઞાનદીપકનો તું છે મિનારો, મુજ મુકિત નૈયાનો કિનારો; દાસ તારો ગણી, એનો નાવિક બની, તારી લેજે ...મુજ. ૫ સુણ સિધ્ધાચલવાસી વ્હાલા, મારા અંતરના કાલાવાલા; આત્મકમલ વિકાસી, લબ્ધિ દિલમાં પ્રકાશી, મુકિત દેજે..મુજ. ૬
(૧૧૯) ત્રિશલાના જાયા રે ત્રિશલાના જાયા રે, મહાવીર સહાયે આવજો જી; નહિ આવો તો થાશે સેવકના બેહાલ ...ત્રિશલાના. ૧ | દૈત્ય મહો મોહ રે, વ્હાલા લાગ્યો પીડવાજી દીધાં દુ:ખ, કહેતાં ન આવે પાર રે ....ત્રિશલાના. ૨ કામને અજ્ઞાને રે, સત્તા નિજ વાપરીજી; બાળે ક્રોધ, ઘડી ઘડી ક્ષણમાંહી રે ....ત્રિશલાના. ૩ પંથ પાખંડ જાળે રે, વિંટાયો છું વેગથીજી; વિકાર વિષધરની લાગી ચોટ રે ....ત્રિશલાના. ૪ પંચમ કાળ પૂરો રે, જમ જેવો બેસીયોજી; સૂઝે નહિ ધર્મ મારગની રીત રે ....ત્રિશલાના. ૫ ગાંડો ઘેલો તારો રે, સેવક વ્હાલા માનીને જી; તારો તારો, ભવસાયર નીર તીર રે ....ત્રિશલાના. ૬