________________
ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ, દૂર નજર છો ન જાય; દૂર માર્ગ જોવા લોભ લગીરના, એકડગલું બસ થાય, મારે એક ડગલું બસ થાય ...પ્રેમળ. ૨ આજ લગી રહ્યો ગર્વમાં હું ને, માંગી મદદ ન લગાર; આપ બળે માર્ગે જોઈને ચાલવા, હામ ધરી મૂઢબાળ,
હવે માગું તુજ આધાર...પ્રેમળ. ૩ તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ, આજ લગી પ્રેમ ભેર; નિશ્ચે મને તે સ્થિર પગલેથી, ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમળ જ્યોતિની સેર...પ્રેમળ. ૪ - ભભક ભર્યા તેજે હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ; વીત્યાં વર્ષોને લોભ સ્મરણથી, ખેલન થયાં જે સર્વ,
મારે આજ થકી નવું પર્વ...પ્રેમળ. ૫ કર્મભૂમિ કળણ ભરેલી ને, ગિરિવર કેરી કરાળ; ધસમસતા જળ કેરા, પ્રવાહો સર્વ વટાવી કૃપાળ
મને પહોંચાડશે નિજ દ્વાર....પ્રેમળ. ૬ (૧૧૮) પ્રભુજી તારા વિના પ્રભુજી તારા વિના, મારા નયના ભીના, કોણ લૂછે, મુજ અંતરને કોણ પૂછે, મનડું મારું રહે છે મુંઝાતું, મુજ દિલમાં કાંઈ કાંઈ થાતું; મારું મન ભમે, દિલને કંઈ ન ગમે, શૂન્ય રહે છે ...ભુજ.૧ તલસી રહયો છું કોઈ સાથી, તારા વિના ન કોઈ સાથી; અંધકાર મહીં, અટવાયો કશું, નવ સૂઝે
•..ભુજ. ૨ |
૨૬૬