________________
T
| (૧૧૬)અરિહંત નમો ભગવંત નમો I અરિહંત નમો ભગવંત નમો, પરમેશ્વર શ્રી જિનરાજ નમો; પ્રથમ જિનેશ્વર પ્રેમે પેખત, સિધ્યા સઘળા કાજ નમો.અરિહંત.૧ પ્રભુ પારંગત પરમ મહોદય, અવિનાશ અકલંક નમો; અજર અમર અદ્ભુત અતિશયનિધિ, પ્રવચન જલધિ મયંક નમો. ૨) તિહયણ ભવિયણ જન મન વાંછિય, પૂરણ દેવ રસાળ નમો; લળી લળી પાય નમું હું ભાલે, કરજોડી ત્રિકાલ નમો.અરિહંત. ૩] સિધ્ધ બુધ્ધ તું જગજન સજજન, નયનાનંદન દેવ નમો; [ સકલ સુરાસુર નરવર નાયક, સારે અહોનિશ સેવ નમો.અરિહંત.૪|
તું તીર્થકર સુખકર સાહિબ, તું નિષ્કારણ બંધુ નમો [ શરણાગત ભવિને હિત વત્સલ, તુંહી કૃપારસ સિંધુ નમો.અરિહંત.૫ []
કેવલજ્ઞાનાદર્થે દર્શિત લોકાલોક સ્વભાવ નમો, | નાશિત સકલ કલંક કલુષગણ, દુરિતઉપદ્રવ ભાવ નમો.અરિહંત.૬]
જગચિંતામણિ જગગુરુ જગ હિત-કારક જગજનનાથ નમો; | ઘોર અપાર ભવોદધિકારણ, તું શિવપુરનો સાથ નમો અરિહંત.૭ી | અશરણ શરણ નિરાગ નિરંજન, નિરુપાયિક જગદીશ નમો, | બોધિ દીઓ અનુપમ દાનેશ્વર, જ્ઞાનવિમલ સૂરીશ નમો. અરિહંત.૮ ||
| (૧૧૭પ્રેમળ જ્યોતિ તારો દાખવી પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવન પંથ ઉજાળ, દૂર પડ્યો નિજ ધામથી હું ને, ઘેરે ઘન અંધાર માર્ગ સૂઝે નવ ઘોર ૨જનીમાં, નિજ શિશુને સંભાળ. .. મારો જીવન પંથ ઉજાળ છે.મુળ. ૧