________________
એક એક પ્રદેશ તાહરે, ગુણ અનંતનો વાસ રે;. એમ કહી તુજ સહજ મીલત, હોય જ્ઞાન પ્રકાશ રે ...પ્રભુ. ૫ ધ્યાન ધ્યાતા ધ્યેય એકી, ભાવ હોય એમ રે; એમ કરતાં સેવ્ય સેવક, ભાવ હોય ક્ષેમ રે...પ્રભુ. ૬ એક સેવા તાહરી જો, હોય અચલ સ્વભાવ રે; જ્ઞાન વિમલસૂરીશં પ્રભુતા, હોય સુજસ જમાવ રે ...પ્રભુ. ૭ (૧૧૫)શત્રુંજય ગઢના વાસી રે મુજરો માનજો રે | શત્રુંજય ગઢના વાસી રે મુજરો માનજો રે, સેવકની સૂણી વાતો રે દિલમાં ધારજો રે. પ્રભુ મેં દીઠો તુમ દેદાર, આજ મને ઉપન્યો હરખ અપાર. સાહિબાની સેવા રે ભવ દુઃખ ભાંજશેરે. દાદાજીની સેવા.૧ અરજ અમારી રે, દિલમાં ધારજો રે, ચોરાશી લાખ ફેરા રે, દૂર નિવારજો રે; પ્રભુ મને દુર્ગતિ પડતો રાખ, દરિસન વહેલેરું દાખ.સાહિબા. ૨ દોલત સેવાઈ રે, સોરઠ દેશની રે, ' બલિહારી હું જાઉં પ્રભુ તારા વેશની રે; પ્રભુ તાહરું રૂડું દીઠું રૂપ, મોહ્યા સુર નર વૃંદને ભૂપ.સાહિબાની સેવા.૩ તીરથ કો નહીરે, શેત્રુંજય સારિખું રે, | પ્રવચન પેખીને, કીધું મેં પારખું રે; | ઋષભને જોઈ જોઈ હરખે જેહ, ત્રિભુવન લીલા પામે તેહ.સાહિબા. ૪ll | ભવોભવ માગું રે, પ્રભુ તારી સેવનારે, || ભાવઠ ન ભાંગે રે, જગમાં જે વિના રે; I પ્રભુ મારા પૂરો મનનાં કોડ, એમ કહે ઉદય રતન કર જોડ.સાહિબાની.૫
૨૬૪