________________
જો તુમ ધ્યાતાં શિવસુખ લહીએ, તો તુમને કેઈ ધ્યાવે; પણ ભવસ્થિતિ પરિપાક થયા વિણ, કોઈ ન મુક્તિ જાવે...હો પ્રભુજી.૨ સિધ્ધ નિવાસ લહે ભવસિધ્ધિ, તેમાં શો પાડ તુમ્હારો? તો ઉપગાર તુમ્હારો લહીએ, અભવિ સિધ્ધ ને તારો..મારાપ્રભુજી.૩ જ્ઞાન યણ પામી એકાંતે, થઈ બેઠા મેવાસી, તેહ માંહેલો એક અંશ જો આપો, તે વાતે શાબાશી.મારા પ્રભુજી.૪ અક્ષય પદ દેતા ભવિજનને, સંકીર્ણતા નવિ થાએ; શિવપદ દેવા જો સમરથ છો, તો જશ લેતાં શું જાવે ?.મારા પ્રભુજી.૫ સેવાનુણ રંજ્યા ભવિજનને, જો તમે કરો વડભાગી; તો તમે સ્વામી કેમ કહેવાશો, નિર્મમ ને નિરાગી...મારા પ્રભુજી.૬ નાભિનંદન જગવંદન પ્યારો, જગ ગુરુ જગહિતકારી; રૂપવિબુધનો મોહન પભણે, વૃષભ લંછન મનોહારી...મારા પ્રભુજી. ૭
(૧૧૪) પ્રભુ તું હી તું હી તું હી તું હી સકલ સમતા સુરલતાનો, તું હી અનોપમ કંદ રે, તું હી કૃપારસ કનક કુંભો, તુંહી જિણંદ અણીદ રે. પ્રભુ તુંહી તુંહી તુંહી તુંહી મૂંહી ધરતાં ધ્યાન રે; તુજ સ્વરૂપી જે થયા તેણે, લહ્યું તાહરું તાન રે...પ્રભુ. ૧ તુંહી અલગો ભવ થકી પણ, ભવિક તાહરે નામ રે, પાર ભવનો તેહ પામે, એહી અચારિજ ઠામ રે...પ્રભુ. ૨ જન્મ પાવન આજ મારો, નીરખીયો તુજ નૂર રે; ભવોભવ અનુમોદના જે, હુઓ આપ હજૂર રે...પ્રભુ. ૩ એક માહો અખય આતમ, અસંખ્યાત પ્રદેશ રે; તાહરા ગુણ છે અનંતા, કિમ કરું તાસ નિવેશ રે...પ્રભુ. ૪ ==================
૨૬૩