________________
ગુણ ગ્રહેજો સહુકો તણા રે, જેમાં દેખો એક વિચાર રે; કૃષ્ણજી પરે સુખને પામશો રે, સમય સુંદર સુખકાર રે. ૫
(૧૧૨) ચિંતામણિ મારી ચિંતા ચૂર આણી મન શુ ધુ આસ્થા, દેવ હારું શાશ્વતા; પાર્શ્વનાથ મન વાંછિત પૂર, ચિંતામણિ મારી ચિંતા ચૂર. ૧ અણિયારી તારી આંખડી, જાણે કમલની પાંખડી; મુખ દીઠા દુઃખ જાયે દૂર, ચિંતામણિ મારી ચિંતા ચૂર. ૨ કો કેહને કો કેહને નમે, મારા મનમાં તું હીં રમે; સદા જુહારું ઊગતે સૂર, ચિંતામણિ મારી ચિંતા ચૂર. ૩ વીછડીયા વાલેસર વેલ, વેરી દુશ્મન પાછા ઠેલ; તું છે મારે હાજરાહજુર, ચિંતામણિ મારી ચિંતા ચૂર. ૪ આ સ્તોત્ર જે મનમાં ધરે, તેહના કાજ સદાય સરે; આધિ વ્યાધિ દુ:ખ જાયે દૂર, ચિંતામણિ મારી ચિંતા ચૂર. ૫ મુજશું લાગી તુજશું પ્રીત, દૂજો ન આવે કોઈ ચિત્ત; કર મુજ તેજ પ્રતાપ પ્રચૂર, ચિંતામણિ મારી ચિંતા ચૂર. ૬ ભવોભવ હોજો તુમ પદ સેવ, શ્રી ચિંતામણિ અરિહંત દેવ; સમય સુંદર કહે ગુણ ભરપૂર, ચિંતામણિ મારી ચિંતા. ચૂર.૭
| (૧૧૩) મારા પ્રભુજી ! ઓલંભડે મત ખીજો
બાલપણે આપણ સસનેહી, રમતા નવનવ વેશે, આજ તુમે પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસારી નેવેશે, મારા પ્રભુજી ! ઓલંભડે મત ખીજો... જો ખીજો તો રીજો મારા પ્રભુજી ! ઓલંભડે મત ખીજો. ૧