________________
જ્યાં કમલસૂરિગુણ ગાવે, તે લાભ અનંતો પાવે; જાત્રા કરવા, મનડાની મોટી હામ છે. ૧૫ | (૧૧૦) મન તું કોલા ખણે તો ભાર મન તું ! કોલા ખણે તો ભાર - ખણી ન સગને તાર... મન તૂ...૧ હિન કાયાજો ઠિઠડો ગડોને, મથા વિજે તૂ માલ; ગરો ગડો ને ઘાચું સેલ્યું, વડા વડા ઓકાર... મન તું ...૨ પંધ ઓખો ને વાટ અજાણઈ, મથા રુડી પઈ રાત, જોતું ડઈ ડઈ જુડધો કીન, જોરને તૂ સે ધાર..મન તૂ...૩ છડ માયા ને કુડ કપટ હી, મનડે કે તું ગાર; ઠલો હૅને ત ઠેકી સગને, ઉકરી થીને પાર.. મન તું ...૪
નોંધ - ગરો-ભારી, ઓકાર - ચઢાવ
(૧૧૧) નિંદા ન કરશો કોઈની પારકી રે. નિંદા ન કરશો કોઈની પારકીરે, નિંદામાં બોલ્યાં મહાપાપ રે; વૈર વિરોધ વાધે ઘણો રે, નિંદા કરતો ન ગણે માય ને બાપ રે. ૧ , દૂર બળતી કાં દેખો તુમે રે, પગમાં બળતી દેખો સહુ કોય રે; પરના મેલમાં ધોયાં લુગડાં રે, કહો કેમ ઉજળાં હોય રે. નિંદા. ૨ | આપ સંભાળી, સહુકો આપણું રે, નિંદાની મૂકો સહુ ટેવરે; - થોડે ઘણે અવગુણે સહુ કો ભર્યા રે, કેનાં નળિયાં ચૂવે ને કેનાં નેવરે.૩ નિંદા કરે તે થાયે નારકી રે, તપ જપ કીધું સવી જાય રે; નિંદા કરો તો કરજો આપણી રે, જેમ છૂ ટક બારો થાય રે.નિંદા.૪
૨૬૧