________________
ફસ્ટ ઓફ ઓલ ધી સિધ્ધાચલી, ધેર ઈઝ દાદા આદેશ્વરા;
ઓ ગોડ ઓ ગોડ દયાળુ દેવા, વોન્ટ યોર ચીલ્ડ્રન મોક્ષ મેવા. ૨ (૧૦૭) જીરણ શેઠજી ભાવના ભાવે રે.. ચઉમાસી પારણું આવે, કરી વિનતિ નિજંઘર જાવે, પ્રિયા પુત્રને વાત જણાવે, પટકૂળ જરી પથરાવે રે; મહાવીર પ્રભુ ઘેર આવે, જીરણ શેઠજી ભાવના ભાવે રે ...૧ ઊભી શેરીએ જળ છંટકાવે, જાઈ કેતકી ફૂલ બિછાવે; નિજ ઘર તોરણ બંધાવે, એવા મીઠાઈ થાળ ભરાવે રે.મહા..૨ | અરિહાને દાન જ દીજે, દેતાં દેખી જે રી; ષડમાસી રોગ હરીજે, સીજે દાયક ભવ ત્રીજે રે.મહા..૩ તે જિનવર સન્મુખ જાવું, મુજ મંદિરીયે પધરાવું, પારણું ભલી ભકતે કરાવું, જુગતે જિનપૂજા રચાવું રે.મહા..૪ પછી પ્રભુને વોળાવા જઈશું, કર જોડી સામા રહીશું; નમી વંદી પાવન થઈશું, વિરતિ અતિ રંગે વરશું રે. મહા..૫ દયા દાન ક્ષમા શીલ ધરશું, ઉપદેશ સજજનને કરશું; સત્ય જ્ઞાનદશા અનુસરશું, અનુકંપા લક્ષણ વરશું રે.મહા. ૬ એમ જીરણ શેઠ વદતાં, પરિણામની ધારે ચઢતાં, તે શ્રાવકની સીમે ઠરતાં, દેવદુંદુભિનાદ સુણતાં રે.મહા..૭. કરી આયુ પૂરાગ શુભ ભાવે, સુરલોક અશ્રુતે જાવે; શાતા વેદની સુખ પાવે, શુભ વીરવચન રસ ગાવે રે.મહા...૮
૨ ૫૮