________________
(૧૦૫) સહજાનંદી સિધ્ધ સ્વરૂપી... સહજાનંદી સિધ્ધ સ્વરૂપી, અવિનાશી હું આત્મા છું; દેહ મરે છે હું નથી મરતો, અજર અમર હું આત્મા છું. ૧ | આનંદ આનંદ આનંદ આનંદ, આનંદઘન હું આત્મા છું; સહજાનંદી, પરમાનંદી, દિવ્યાનંદી આત્મા છું. ૨ અનંતજ્ઞાની અનંતદર્શની, અનંત શકિતમય આત્મા છું; દેહ ઈન્દ્રિય મન બુદ્ધિ ભિન્ન હું, ચિદાનંદઘન આત્મા છું. ૩ રોગ શોક ભય કલેશ રહિત હું, પરમ શાંતિમય આત્મા છું; કામ ક્રોધ મદ મોહ મુકત છું, અવિકારી હું આત્મા છું. ૪ આધિ વ્યાધિ ઉપાધિ રહિત હું, નિર્વિકલ્પમય આત્મા છું; સમતારસનો સાગર હું તો, ચિદાનંદઘન આત્મા છું. ૫ પવિત્રતાનો પુંજ પ્રશમરસ મહાસાગર હું આત્મા છું; પ્રાણીમાત્રનો પરમ મિત્ર હું, પ્રેમ અમૃતમય આત્મા છું. ૬ પરમસમાધિ પરમશાંતિમય, પરમાનંદી આત્મા છું; શાંત સુધારસ ચરમ મહોદધિ, આનંદઘન હું આત્મા છું. ૭ પરમ ‘મહોદય’ પદ અભિલાષી, અલખ નિરંજન આત્મા છું; આત્મા છું , આત્મા છું , આત્મા છું, આત્મા છું. ૮
(૧૦૬) કુમ કુમ કુમ પરમેશ્વરા
કમ કમ કમ કેમ જિનેશ્વરા (પરમેશ્વરા) ગીવમી દર્શન શંખેશ્વરા (સીમંધરા) આઈ ડુ ઓલવેઝ સેવા પૂજા, કોલ ની કોલ મી પરમેશ્વરા. ૧
૨૫૭