________________
આપત્તિ શુભ ગણવી, ના ના તેને વખોડવી; મે'માની તેની કરવી, કાલે જશે વિપત્તિ. ૮ (૧૦૪) ઓ મન ! તુંજ નથી સમજાતું ઓ મન ! તું જ નથી સમજાતું (૨) વસંતમાં સૂતું રહેતું, પાનખરે ગીત ગાતું. ઓ મન. ૧ ધગધગતી મધ્યાલે હસતું;
સાંજ પડે અથડાતું. ઓ. સાંજ. કંટક સાથે પ્રીત કરેને;
પુષ્પોથી શરમાતું. ઓ. મન ! તું જ. ૨ | વિણ કારણે મુજથી રીસાઈ,
- પાંપણમાં સંતાતું, ઓ. પાંપણ. પળમાં રૂપ વિરાટ કરીને,
- બ્રહ્માંડે પથરાતું. ઓ મન !તું જ. ૩ લોહ તણી સાંકળનાં બંધ,
પળભર ના બંધાતું, ઓ. પળ. લાગણીઓના કાચા દોરે,
એ જીવનભર ઝકડાતું, ઓ મન ! તું જ.૪ અગમનિગમના ભેદ ઉકેલ્યા,
જાણી મેં કંઈ વાતું, ઓ. જાણી. ઓ મન ! મારી બુદ્ધિના સમ,
તું જ નથી વરતાતું. ઓ મન ! તુ. જ. ૫
૨૫૬