SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે મરણશય્યા પરે, મીંચાય છે લ્લી આંખડી; શુધ્ધ ભાવના પરિણામ હો, ત્યારે મને છેલ્લી ઘડી. ૩ હાથપગ નિર્બળ બને, ને શ્વાસ છે લ્લો સંચરે; ઓ દયાળુ ! આપજે, દર્શન અને છેલ્લી ઘડી. ૪ હું જીવનભર સળગી રહ્યો, સંસારના સંતાપમાં; તું આપજે શાંતિભરી, નિદ્રા અને છેલ્લી ઘડી. ૫ અગણિત અધર્મો મેં કર્યા, તન મન વચન યોગે કરી; હે ક્ષમાસાગર ! ક્ષમા મને આપજે છેલ્લી ઘડી. ૬ (૧૦૩) આવે વિપત્તિ જ્યારે આવે વિપત્તિ જ્યારે, ત્યારે વધાવી લેવી; સુખની જ બેન સમજી, તેને સ્વીકારી લેવી. ૧ કોણે બતાવ્યું ઘર આ, કોણે ધકેલી અહીંયાં; એવું વદાય મુખથી, અજ્ઞાન એ જ ભાઈ. ૨ સ્વપ્ન તને ન ધારી, ક્યાંથી ભૂંડી તું આવી; એવો ન પ્રશ્ન કરવો, લોપાય ધર્મ ભાઈ. ૩ ગમતી નથી વિપત્તિ, પણ પૂર્ણ વૈર્ય ધારી; તેને અતિથિ જાણી, સન્માન દેવું ભાઇ. ૪ આવો ભલે પધાર્યા, માનો આ ઘર તમારું ; મુખથી વદો સદાયે, સજ્ઞાન એ તમારું. ૫ આવે ગૃહસ્થને ત્યાં, અણચિંતવ્યો અતિથિ; નિત્ય રહે ન કોઈ, થાએ વિદાય ભાઇ. ૬ વિશ્વાસ વિશ્વમહીનો, હૃદયે સદાય ધરજો; માની અનિત્ય એને, સ્વાગત સદાય કરજો. ૭ ૨ પ પ.
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy