________________
(૧૦૮) શેત્રુજે જઈએ ને પાવન થઈએ | શેત્રુજે જઈએ ને પાવન થઈએ, | યાત્રા નવાણુ કરીએ રે, ચાલો શેત્રુંજે જઈએ. | ડુંગર ચડતાં ને હરખ જ ધરતાં, જઈને ગભારામાં રહીએ રે..ચાલો.
સૂરજકુંડમાં દેહ પખાળી, ન્હાઈને નિર્મળ થઈએ રે..ચાલો. ભીમજ કૂંડમાં કળશા ભરીએ, સોનાની થાળીએ વધાવો રે..ચાલો. પાન મંગાવો ને આંગી રચાવો, ઘણું ઘણું અબીલ ચડાવોરે.. ચાલો. ફૂલ મંગાવો ને હાર ગુંથાવો, પ્રભુજીને કંઠડે પહેરાવો રે.. ચાલો. સુખડ કેસર ચંદન ઘસાવો, નવે અંગે પૂજા રચાવોરે.. ચાલો. અગર ઉખેવો ને ભાવના ભાવો, નીચું નીચું શીશ નમાવો રે. ચાલો.. બેઠા સિંહાસન હુકમ ચલાવે, ઉપર છત્ર ધરાવે રે, ચાલો. ખીમાવિજ્ય મુનિ ગુરુ સુપસાયા, ઋષભ તણા ગુણ ગાયા રે. ચાલો
(૧૦૯) સહુ ચાલો સિધ્ધગિરિ જઈએ સહુ ચાલો સિધ્ધગિરિ જઈએ,
ગિરિ ભેટી પાવન થઈએ, સોરઠ દેશે, જાત્રાનું મોટું ધામ છે.
જ્યાં ધર્મશાળાઓ બહુ સોહે, મહેલાતો મનડાં મોહે; એવું સુંદર, પાલિતાણાં ધામ છે, સહુ. ૧
જ્યાં તલેટી પહેલી આવે, ગિરિદર્શન વિરલા પાવે; “પ્રભુ પગલાં, પુનિતને અભિરામ છે. સહુ, ૨
જ્યાં ગિરિ ચડતાં સમીપે, દેવાલય દિવ્ય જ દીપે; બંગાળી બાબુનું, અવિચળ એ તો નામ છે. સહુ. ૩ ના