SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ન આવે કે કદી લાગે, બપોરે વાર જો તારી; ન સૂઝે કામ કરવાનું, બગાસાની ચડે સ્વારી..૭ કદી પ્રીતિથી કે ક્રોધે, રીસાઈ જાય જો રાતે; બિછાનાનો અને દર્દી, તૂટે સાંધા બદન ફાટે ..૮ કરે ત્રિકાળ સંધ્યા સહુ, સવારે સાંજ મધ્યાહે; શું દેવી જેવી દુનિયામાં, તને સહુ માનવી માને ..૯ કરે જઠરાગ્નિને મંદી, નિમિત્ત જેવા બનાવે છે; હરી લે લોહી તું તનથી, ખીસા ખાલી કરાવે છે ..૧૦ સુખે દુ:ખે મહાસુખે, મુખે તારા ગુણો ગાય; ભલે માનો નહીં માનો, ખરેખર રાક્ષસી માયા..૧૧ (૯૭) ચેત ચેત નર ચેત પરલોકે સુખ પામવા, કર સારો સંકેત; હજી બાજી છે હાથમાં, ચેત ચેત નર ચેત.૧ જોર કરીને જીતવું, ખરેખરું રણ ખેત; દુશ્મન છે તુજ દેહમાં, ચેત ચેત નર ચેત.૨ ગાફેલ રહીશ ગમાર તું, ફોગટ થઈશ ફજેત; હવે જરૂર હોશિયાર થઈ, ચેત ચેત નર ચેત.૩ તન ધન તે તારાં નથી, નથી પ્રિયા પરણેત; પાછળ સહુ રહેશે પડયા, ચેત ચેત નર ચેત.૪ પ્રાણ જશે જ્યાં પિંડથી, પિંડ ગણાશે પ્રેત; માટીમાં માટી થશે,ચેત ચેત નર ચેત. ૫ રહ્યા ન રાણા રાજીયા, સુર નર મુનિ સમેત; તું તો તરણા તુલ્ય છો, ચેત ચેત નર ચેત. ૬ ૨૫૧
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy