________________
પીતાં તને તરસને ભૂખ ભાગી જાય, નિદ્રા અને રૂધિરનો પણ નાશ થાય; સૂકાય દેહ દરરોજ વધે બિમારી, તુલ્યું. ૬ નૈવેદ્યમાં બસ તમે દૂધ ખાંડ માંગો, ના પાલવે ઝટ હવે અમ દેશ ત્યાગો; ઘી દૂધ સાકર તણી કરી મોંઘવારી, તુલ્યું. ૭ આ પ્રાર્થનાષ્ટક સુણી ઉરમાં ઊતારો, દેવી દયા કરી હવે પિયરે પધારો; આવી અહીં તુમ કરી સહુની ખુમારી, તુભ્ય. ૮
| (૯૬) “ચા” ની અમલદારી અરે ઓ ચા વખાણું છું, મુખે તારી અમલદારી; અમલમાં ને અમલમાં તે, બનાવ્યો દેશ ભિખારી ..... નહીં કલ્પી શકું કિચિંત અમલ શક્તિ અજબ તારી; પમાડી મોહ લોભાવી, કીધાં વશ સર્વ નરનારી..૨ લહે તુજ નામ દિન રાત્રી, નિરોગી રોગી કે ભોગી; અરે ચા સૌ તને ચાહે, ગરીબ શ્રીમંત કે યોગી ..૩ સૂતેલો પારણે બાળક, લવ મુખથી મને ચા પા ભણે વિદ્યાર્થી પુસ્તકમાં, પ્રથમ પાઠે જ મા ચા પા..૪ સવારે ચા બપોરે ચા, મળ્યા બે દોસ્ત તોએ ચા; ઘરે કે બહાર ચા એ ચા, પડી જ્યાં રાત તો એ ચા..૫ સવારે જ્યાં સુધી પ્યાલા, રકાબી સાથ નહીં ખખડે, બિછાના માંહે ભકતોની, જરાએ આંખ નહીં ઉઘડે ..૬
૨૫C