SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ સતી તો રાજુલ જેવી, જગમાં ન જોડી એવી, પતિવ્રતા માટે કન્યા, રહી તે કુંવારી, રહી તે કુંવારી, તેને વંદના હમારી...જુઓ... ૪ જનક સુતા જે સીતા, વરસ તો બારે વીત્યા, ઘણું દુઃખ વેઠ્યું, તોયે ડગ્યાં ન લગારી; ડગ્યાં ન લગારી, તેને વંદના હમારી...જુઓ... ૫ સતી કલાવતી નામે, થયા શંખપુર ગામે, કર નિજ કપાયા તોયે, રહ્યાં ટેક ધારી; રહ્યાં ટેક ધારી, તેને વંદના હમારી...જુઓ... ૬ દુઃખડા તો દીધાદેવે, સહ્યા એ તો કામદેવે ઘણું દુ:ખ વેઠ્યું તોયે, ડગ્યા ન લગારી; ડગ્યા ન લગારી, તેને વંદના હમારી...જુઓ... ૭ ધન્ય ધન્ય તે નરનારી, એવી દ્રઢ ટેક ધારી, જીવિત સુધાર્યું જેણે, પામ્યાં ભવ પારી; પામ્યાં ભવ પારી, તેને વંદના હમારી...જુઓ... ૮ (૯૪) અરે ચંડાલણી તું ચા અરે ચંડાલણી તું ચા ! હવે તો હિંદમાંથી જા... પ્રથમ ધનવાનને પકડ્યા, ગરીબોને પછી ગુડ્યા; લગાડી સર્વ સ્થળ તેલા, હવે તો હિંદમાંથી જા...અરે. ૧ હૃદયના હીરને હરવા, નમાલા હિંદને કરવા; અજબતા શી કરી તેં આ, હવે તો હિંદમાંથી જા...અરે. ૨ ગયા બળવાન પણ હારી, અજબ છે મોહની તારી; થયા ચિત્તમાં તને ચાહતા, હવે તો હિંદમાંથી જા...અરે. ૩ | ૨૮
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy