________________
॥ હે જી...કંચન કાયા એની ચૌટે વેંચાણી ત્યારે,
આતમ એનો રડેલો...કરમ.૩
અરણિક મુનિએ દીક્ષા લીધી ને, બન્યો ગુરુ તણો ચેલો; હે જી... કામિનીના નયન બાણે,
વૈરાગી સંતને વીધેલો..કરમ.૪]
કરમને નહિ શરમ આવે, ભલેને હોય તું ભણેલો; હે જી... ગુરુજીનું કર્યું ગુરુજી ભોગવેને,
ચેલાનું ભોગવે ચેલો...કરમ.પ
| માનવ તનની મૂડી મળી છે, તું ભર ધરમનો થેલો; હે જી.વિસરી જાને વિભાવ રમણ તું,હજીયે શીદને સૂતેલો.કરમ.૬
(૯૩) જુઓ રે જુઓ જૈનો
પંચા જુઓ રે જુઓરે જૈનો, કેવા વ્રતધારી, કેવા વ્રતધારી આગે, થયાં નરનારી...જુઓ...
જુઓ જુઓ જંબૂસ્વામી, બાલવયે બોધ પામી, તજી રાજઋદ્ધિ જેણે તજી આઠ નારી; તજી આઠ નારી, તેને વંદના હમારી ... જુઓ... ૧
૨૪૩૭
ગજ સુકુમાળ મુનિ, ધગે શિર પર ધુની, અડગ રહ્યા તે ધ્યાને, ડગ્યા ન લગારી; ડગ્યા ન લગારી, તેને વંદના હમારી...જુઓ... ૨
કોશ્યાના મંદિર મધ્યે, રહ્યા મુનિ સ્થૂલિભદ્ર, વેશ્યા સંગ વાસો તોયે, થયા ન વિકારી; થયા ન વિકારી, તેને વંદના હમારી ...જુઓ... ૩