SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મ સરોવર દેખી દશમે, હરખ્યા ત્રિશલા રાણી; વાણી બોલશે ગંભીર, જાણે ભર્યા મધુરા પાણી.હો..હાં..૧૦ આવ્યો અગિયારમે વ્હાણ જુઓ ભાઈ, ભવજલ તરવા કાજ; પકડી લે જે ભાવ ધરીને, તરે આજને આજ...હો...હાં..૧૧ બારમે સ્વપ્ને સાજ સજીને, ઊતર્યું દેવવિમાન; જવું હોયજો દેવલોકમાં, બેસી જજો મહેરબાન...૧૨ રત્નનો ઢગલો તેરમે દેખી, પામે પુત્ર રતન; રત્નની જેમ ઝળકશે જગમાં, કરશે સૌનું જતન ! હો.હાં..૧૩ ધૂમ વિનાનો અગ્નિ જોયો, ચૌદમે સ્વપ્ને સાર; । ચૌદ સ્વપ્ન ઊતારી મોરલા, આવજે પારણા પાસ.હો.હા.૧૪ાં તીર્થંકર પ્રભુ વીર જન્મતાં, જગમાં થાય પ્રકાશ; ભાવ ધરીને વંદન કરતાં, પૂર્ણ થાય અભિલાષ...હો...હાં.૧૫] (૯૨) કરમનો કોયડો અલબેલો કરમનો કોયડો અલબેલો (૨) હે જી એને સંભાળવો નથી સહેલો ...કરમ. એક માતાને પુત્ર બે એમાં, એક ચતુર એક ઘેલો; હે જી ...એકને માગતાં પાણી ન મળતું, બીજાને દૂધનો રેલો...કરમ.૧ મહા તપસ્વી વીર પ્રભુને, પણ ઉપસર્ગ નડેલો; હે જી...ગોવાળે કાનમાં ખીલા ઠોક્યા ત્યારે, નિજનો દોષ ગણેલો...કરમ.૨ ચંદનબાળા રાજકુમારી, ધરમ એને વરેલો; ૨૪૬
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy