________________
(૯૧) ટહુકા કરતો જાય મોરલીઓ.. તો
(૧૪ સ્વપ્ન ગીત) ટહુકા કરતો જાય મોરલીયો, ટહુકા કરતો જાય, પહેલે ટહુકે ઊડીને આવ્યો.... મોઝાર, ...માં બિરાજે છે... ભગવાન...હો.... હા...ટહુકા. : છેલે સ્વપ્ન ગયવર ઊતરે, ત્રિશલા મન હરખાય; હસ્ત જેવો પરાક્રમી પુત્ર, ધર્મ પ્રરૂપક થાય. ૧ બીજે સ્વપ્ન વૃષભ દેખીને, માતા મન મલકાય; બળદ ઉપાડે ધોંસરી તેમ, ધર્મધોરી પ્રભુ થાય. હો... ૨ ત્રીજે સ્વપ્ન સિંહ કેસરી, દેખે ત્રિશલા માત; રાગ-દ્વેષ શત્રુને મારી, બનશે જગતનો તાત. હો...હાં... ૩ ચોથે સ્વપ્ન લક્ષ્મી દેવીએ, સજ્યા સોળ શણગાર; ભાવ ધરી પધરાવે એને, મોક્ષ લક્ષ્મી દેનાર...હો...હાં.. ૪ પાંચમે સ્વપ્ન ફૂલની માળા, સુગંધ ઍકે ભારી; ભકતજનોને આપે એતો, સુવાસ ધર્મની સારી...હો...હાં. ૫ ચાંદલિયો ચમકતો છà, નીલગગનથી આવે; પુત્ર થશે ઉજવલને સુંદર, ત્રિશલા આનંદ પાવે હો..હાં..૬ | રાતો રાતો સૂરજ ઊતરે, સાતમે સ્વપ્ન આજ; પ્રકાશને પાથરશે પુત્ર, તેજસ્વી શિરતાજ...હો...હાં.. ૭ આઠમે સ્વપ્ન ધ્વજને જોતાં, હૈડું બહુ હરખાય; કુલની કીર્તિ ફેલાશે જગમાં, ધજા જેમ ફરકાય...હો...હાં.. ૮ શોભી રહ્યો છે પૂર્ણ કળશ, એ તો નવમે સ્વપ્ન આજ; મંગલકારી મહિમા જેનો, ઘર ઘર મંગલ થાય ...હો ...હા..૯
૨૪૫