________________
સંત સાધુની સંગત કરતો, ભજન કરે ભગવંતનું રે; કાયા માયા કાચી જાણે, પ્રભુ સુખ છે શાશ્વતનું રે...જૈન. પ પ્રેમ ભરેલી આંખલડી જેની, પ્રેમ ભરેલી કરણી રે; અજિત સાગર એ જૈન ભાઈનાં, શું શકીએ ગુણ વરણી જૈન.૬
(૯૦) જિંદગીમાં કેટલું કમાણા રે...
જિંદગીમાં કેટલું કમાણાં રે, જરા સરવાળો માંડજો; સમજુ સજ્જન ને શાણાં રે, જરા સરવાળો માંડજો.
મોટર વસાવી તમે બંગલા બંધાવ્યા; કર્યા એકઠા નાણા રે...જરા. ૧
ખૂબ
માં
દેશ ફર્યા અને વિદેશે વિચર્યા; 1 ટેબલ પર ખૂબ લીધા ખાણા રે...જરા..
ઊગ્યાથી આથમતાં ધંધાની ઝંખના; આમ તેમ ઊથલાવ્યા પાનાં રે...જરા.. ૩
શું ખાધું પીધું તમે ખૂબ મોજ માણી; તૃષ્ણાના પૂરમાં તણાણા રે... જરા.... ૪
ડાહ્યા થઈ તમે પંચમાં પૂછાણાં; મોટા થઈને મનાણા રે... જરા.... પ
લાવ્યા તા કેટલું ને લઈ જવાનાં કેટલું; આખર તો લાકડાને છાણા રે...જરા.... ૬
દાન ધરમના મર્મને ન જાણ્યું; સરવાળે મીડાં મૂકાણાં રે ...જરા... ૭
૨૪૪