________________
(૮૮) જૈન માનવ તો તેને કહીએ...
જૈન માનવ તો તેને કહીએ, જે આત્મસમાન જગ જાણે રે, પરહિત કારણ પ્રાણને અર્પે, પર સુખમાં સુખ માણે રે.૧ સત્યદયા શાંતિ ઉર ધારે, હિંસા દોષને ટાળે રે; બ્રહ્મચર્ય સંયમ વૈરાગ્યે, અંતરને અજુવાળે રે.૨ વિષય કષાયને દૂર નિવારે, પ્રભુભક્તિમાં ચિત્ત સ્થાપે રે; તન મન ધન જીવનના ભોગે, પરનાં દ ખડાં કાપે રે.૩ આશા તૃષ્ણા મમતા ત્યાગી, પરધન હાથ ન લેવે રે; આતમજ્ઞાન અંતરમાં પામે, સકલ તીરથને સેવેરે.૪ મહાવીર મૂર્તિને પગલે ચાલી, ધર્મદાઝ દિલ ધારે રે; આત્મસ્વરાજ્ય હૃદય પ્રગટાવે, જય અરિહંત ઉચ્ચારે.રે. પ
(૮૯) જૈન ભાઈ તો તેને રે કહીએ...
જૈન ભાઈ તો તેને રે કહીએ નિજ સમ સહુ જીવ જાણે રે; પર ગુણ પેખે પર્વત જેવા, નિજને ના જ વખાણે રે.
સ્નેહે સત્ય ઉચ્ચારે વાણી, અસત્યને ઉત્થાપે રે; પર પ્રાણીનું પ્રિય કરવાને, દઢતા દિલમાં સ્થાપે રે...જૈન. ૧
વેર ઝેરનું નામ ન જાણે, શાંતિ હૃદયમાં રાખે રે; પાય પાણી તરસ્યા પ્રાણીને, હિત પ્રિય વાક્યોભાંખે રે.જૈન.
પર પ્રમદા માતા સમ પેખે, પર ધન પત્થર જેવું રે; પ્રભુ સાથે પ્રીતલડી રાખે, પતંગ દીપકમાં જેવી રે...જૈન. ૩ I
। કલેશ કંકાસ કરે નહીં કોઈથી, નવ દુભવે પર મનને રે; ક્રોધ શત્રુને કાપી નાખે, પ્રભુ અર્થે દે ધનને રે...જૈન. ૪
૨૪૩