________________
લાવરી પિતાઈ ગાજર મૂળા, લસૂન બટાટા પ્યાઝ; કંદમૂળમાં જીવ અનંતા, ખાતાં શું ન આવે લાજ રે..જૈનો.૭ માસિક ઋતુ ધર્મના ત્રણદિન, ચોવીશ પહોર અખંડ; જે નારી તેને નહિ જ પાળે, પાપ લાગે પ્રચંડ રે..જૈનો. ૮ તેથી દેવ-ગુરુની આશાતના, આ ભવે થાયે દુ:ખ; પરભવે નરકની ઘોર પીડાઓ, પોકારે દીન મુખ રે..જૈનો.૯ શ્લેચ્છ નારીની સાથે ઘરનું, પાણી ભરાવે જે હ; દળવું ખાંડવું તેહને સોપે, મોટો મૂરખ તેહ રે..જૈનો.૧૦ નીચ નારીની સોબત કરતાં, નીચ બને ઘર નાર; ધર્મ ભ્રષ્ટ થઈ પાપના કામો, કરતાં ન આવે વિચાર.જૈનો.૧૧ પીર ફકીરની બાધા રાખે, તે સ્થાને જે નર જાય; હિંસક લોક તણાં વાસણમાં, જમતાં ભ્રષ્ટ થવાય રે. જૈનો.૧૨ માં કડવાલા ખાટલા લઈને, કે ઈક જંગલી જૈન; ધગધગતી રેતીમાં ધબાવે, લેવા દુર્ગતિ લાઈન રે. જૈનો.૧૩ જે નરનારી હિંસા ટાળે, પાળે શુ ધ આચાર; લબ્ધિસૂરિ શિશુ પા કહે છે, તે નર પામે શિવનાર રે.જૈનો.૧૪
(૮૬) જિનશાસનને વંદના જિનશાસનને વંદન કરતાં આનંદ અતિ ઉભરાયે, એની રક્ષા કરવા કાજે જીવન અર્પણ કરીએ; વીર બાળકો, વીર બાળકો, વીર બાળકો. સ્વનું જીવન પ્રથમ આપણે શુધ્ધિ યુક્ત કરશું, (૨) પછી ભક્તિને મૈત્રીના નાતે વિશ્વમાત્રમાં ફરશું; (૨) જિનશાસનની દિવ્યધજાને ગગને લહેરાવીએ. ૧ એની.
૨ ૪૧