________________
દૂર દુષ્ટ હિંસક ચૌરાદિ, જે હથી તર્યા સંસાર; તે વિરતિ વિણ રડશે જીવો, નવિ પામે દુ:ખ પાર રે. શ્રી.૩ પ્રાજ્ય રાજ્ય છોડી ચરણને વરીયા, રાજ રાજેશ્વરરાય; નૃપ ઈંદ્રો પણ ચારિત્રધારી, રંકના પ્રણમે પાય રે. શ્રી.૪ જિનવર ભાષિત સર્વ શાસ્ત્રોનાં, વચનોનો જે સાર; તે સમ્યફચારિત્રને સેવો, અન્ય અખિલ અસાર રે. શ્રી. ૫ એક દિવસના શુધ્ધ ચારિત્રે, જો કદી સિધ્ધ ન થાય; તો પણ વૈમાનિક નિશ્ચયથી, એમ ભાંખે જિનરાય રે શ્રી.૬ દેશ વિરતિના આઠ વિરોધક, સર્વવિરતિના બાર; ચારિત્ર મોહ કષાય વિનાશો, અતિશય દુ:ખ દેનારરે. શ્રી.૭ પાંચ સમિતિ ત્રણ ગુતિ આરાધો, ઉપશમ જીવન આણ; | ગૌતમ નીતિ ગુણ કહે ચારિત્ર, આરાધના ગુણ ખાણ રે.શ્રી..
(૮૪) શ્રી તપપદ સ્તવન * તપ એ તપજો બહુ ભાવ ઉલ્લાસે,તપથી સિદ્ધિ થાય, નિકાચિત કર્મો પણ નાસે, ઉપશમ યુક્ત જો થાય; અન્ય કર્મોનો નાશ ન દુષ્કર, તપથી તપ સુખદાય. ત૫. (૧) ત્રણ જ્ઞાન યુત જિનવર જાણે, મુક્તિ આ ભવ થાય; તો પણ તપ કરે કર્મ જલાવવા, ધ્યાનમગ્ન જિનરાય. તપ. (૨) નવનિધિ અષ્ટ મહાસિદ્ધિનો, મૂળ જેહ કહેવાય; અઠયાવીશ લબ્ધિ લક્ષ્મી પણ, તપ કરતાં ઉભરાય. તપ. (૩) દુ:ખકર દુત્તર ભવસમુદ્ર આ, તપથી શીઘ તરાય; ત્રિભુવન વિજયી કામદેવ એ, તપ સાધનથી મરાય. ત૫. (૪)
૨૩૯