________________
- સુખકર હિતકર જ્ઞાન આરાધન, વિરાધન દે દુઃખડાં; અંતરદષ્ટિએ જોઈ વિચારી, લ્યો આરાધના સુખડાં, રે જ્ઞાન. ૨ ભઠ્યાભક્ષ્ય પેયાપેય કૃત્યાકૃત્ય અજ્ઞાની ન જાણે; અભક્ષ્યઅપેયઅકૃત્યકારકતો, રડશે દુઃખને ટાણે રે. જ્ઞાન. ૩ અજ્ઞાને ભટકે ભવગહને, દુઃખદાયક સંસારે; જ્ઞાન વિના અજ્ઞાન જ દુઃખપ્રદ, એહવું ન જાણે લગારે રે. જ્ઞાન.૪ જે વિણ ચારિત્ર નિષ્ફળ થઈને, શિવસુખને નવિ આપે; તે સમ્યગ્દર્શનનું કારણ, જ્ઞાન સકળ દુઃખ કાપે રે. જ્ઞાન. ૫
પૂર્વ ક્રોડ વર્ષે અજ્ઞાની, જે દુષ્કર્મો ટાળે; જ્ઞાની શ્વાસો શ્વાસે તેટલાં, દુષ્કર્મોને બાળે રે. જ્ઞાન. ૬ મતિ શ્રુત અવધિને મનઃપર્યવ, કેવળ જ્ઞાનાવરણી; । એ કર્મોનાં મૂળને બાળે, જ્ઞાનારાધન કરણી રે. જ્ઞાન. ૭
ગુણ અનંત આતમના ભાંખ્યા, તેહમાં જ્ઞાન જ મોટું; સર્વ ગુણોને લાવે જ્ઞાન તો, આરાધન શું ખોટું રે. જ્ઞાન.
। જ્ઞાન આરાધન કરો કરાવો, અનુમોદો એકતાન;
| ગૌતમ નીતિ ગુણ કહે જગમાં, નહીં કોઈ જ્ઞાન સમાન રે. જ્ઞાન.૯ |
1
(૮૩) સમ્યક્ચારિત્ર પદ સ્તવન
। શ્રી ચારિત્ર સેવો, ચારિત્ર ધ્યાવો, ભવજલનિધિ સુનાવ; । વૈરાગ્ય જગાવો, સમતા લાવો, સેવો વધતે ભાવ. રે.શ્રી. ૧
ભેદ સત્તર તિમ સિત્તેર ભાખ્યા, ચારિત્રના અઘહાર; કર્મરોધક, સંસાર વિચ્છેદક, ભેદે ભજો શિવકાર રે.શ્રી.૨
૨૩૮